અમે જનમ જનમ નાં તરસ્યા,આજે મન મુકીને વરસ્યા
કોટી કોટી મેં ભવો ગુજાર્યા,તોયે નાં આંખો પામી સકી
કણ કણમા વ્યાપીને, અમને,જન્મો જનમ તે બચાવ્યા
અનુકંપા ની લાણણી કરી તે,સમો:વશરણ ઉદ્દેશી
કર્મોના પડછાયામાં તોયે, જન્મો જનમ અમે ભટક્યા
કામ-ક્રોધની મોહમાયામાં, મોક્ષનું અમે ભાન ભૂલ્યા
સંસારનો આ છીછરો રસ્તો, જન્મો જનમ અમે લપસ્યા
ધન્ય થયી આ ઘડી અમારી, જ્ઞાન તમે વરસાવ્યું
આંખોના પાંપણનો મહીથી,અમે ખોબે ખોબે વરસ્યા...
અમે જનમ જનમ નાં તરસ્યા,આજે મન મુકીને વરસ્યા : Shadow of Light
No comments:
Post a Comment