Sunday, August 15, 2010

ચીમળાયેલું વચ્ચે પુષ્પ



એનું, ઘર ભર્યું'તું, પસ્તીથી, તેવું લોકોને તે કહેતો હતો
કેમ, કરીને તોયે તે, વર્ષોથી, દુર્ગંધ સહેતો હતો ?
એક સવારે ગઝબ થયી, ને તેનો સુરજ ઉગ્યો નહિ
ગામ ને ચોતરે સવાલ થયો,કેમ આજે કુકડો જાગ્યો નહિ ?
બારણાં તોડી જોયું તો,એની છાતી પર એક પુસ્તક હતું.
હોઠ પર એક હાસ્ય હતું,જાણે એક નવોઢાનું મસ્તક હતું.
ક્રિયા પતી,ગામ ભેગા થઇ,એકેક પસ્તીને ખોલી જોઈ
કોરા પાનાની ચોપડીઓને,ચીમળાયેલું વચ્ચે પુષ્પ હતું

Saturday, July 31, 2010

સમ્યક દ્રષ્ટિની યાત્રા.

સવાલ: જો તમારે આજથી ૨૫૦૦ વર્ષ પહેલા જેવો જ અદ્દલ ધર્મ પાળવો હોય તો એવા ગામ શોધી કાઢો જ્યાં હજી electricity પહોંચી નથી. વીજળીની શોધે સંયમ ધર્મના મોટા ભાગના નિયમો સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. જો ધર્મ એ પ્રક્રિયાઓનો, નિયમોનો સમૂહ હોય તો, બદલાતા સંજોગોમાં શું એ પ્રક્રિયાઓ ને વળગી રહેવું કે તેમાં પણ બદલાવ લાવવો? 

જવાબ: જો ભૈ, ધર્મ એ કોઈ નિયમ નથી કે નથી કોઈ પ્રક્રિયા. આપણે આપણને જાણતા થયા એટલે ધર્મ ની સરુઆત થયી નહિ કે આ નિયમો કે પ્રક્રિયાઓ ને જાણીએ એટલે. પર્યુસનમાં મુહ્પતી વડોલોમી ખબર પડ્યા વગર કર કર કરવું તેના કરતા, બેસ અહી ને, આજે શોધ કે તારી લોભની ગાંઠ કેવી રીતે વર્તે છે. પંખો કરવો હોય તો કર અને AC કરવું હોય તો AC કર. પણ બેસ તો ખરા એક વાર. એક વખત આમ સામાયિક માં બેસીએ એટલે આપણી પ્રજ્ઞા ખુલે અને ખુલેલી પ્રજ્ઞાથી જે જે પણ ગાંઠ દેખાય તે ભસ્મ થયીજ સમજો. આ ગાંઠો જ આપણાં કર્મોનો સરવાળો છે. કર્મો ની નિર્જરા ની આ એક મેથડ છે. એક એક ગાંઠમાં કેટલાય મંતવ્યો છે, રૂઢિઓ છે, ગ્રંથીઓ છે અને આ ગાંઠો ને કારણે દ્રષ્ટી મલીન થયી છે. એક એક ગાંઠ ને ઓગળીએ એટલે તેટલી દ્રષ્ટી ક્લીઅર થાય અને તેટલું ક્લીઅર ધર્મનું પાલન થાય. એટલે પ્રક્રિયા અને નિયમો થી વધુ દુર થવાની જરૂર નથી. બસ, અહી થી જ સરુ કર. બેસ પલાઠી વાળીને.. 

સવાલ: આ ગાંઠોને એટલે શું.. સમજાવો 
જવાબ: જગત આખું નિર્દોષ છે. કોઈ પણ વ્યક્તિ આપની સાથે વાત કરે છે ત્યારે તે વાતચીત દરમ્યાન,આપણાં મગઝ્માં અમુક મંતવ્યોનો કચરો નાખી જાય છે. આ મંતવ્યો માંથી સમય જતા opinion બંધાય છે. તેમાંથી પછી belief( પૂર્વગ્રહ) અને પછી ગાંઠ અને પછી ગ્રંથી. આપણે હરરોજ આવી કેટલીય ગ્રંથીઓના ચશ્માં પહેરીને દુનિયા ને દેખિયે છીએ અને વ્યવહાર કરીએ છીએ. આ ગ્રંથીઓને કારણે લોકોને દોષિત દેખીએ છીએ. અને તેજ આપની મિથ્યા દ્રષ્ટી છે. દ્રશ્ય માં કોઈ દોષ નથી. પણ તે આપણી ગ્રંથી માંથી પસાર થતા દોષિત બને છે. દ્રશ્ય તો વર્તમાન છે.

કોઈ બાઈક ૧૦૦ km ની સ્પીડ પર ચલાવતો હોય તો તે દોષ નથી. પણ આપણી ગ્રંથી ની ખામીને કારણે તે દોષિત દેખાય છે. બની સકે છે કે તે એક ડોક્ટર છે ને કોઈ patient ના call ના કારણે તે સ્પીડ પર ચલાવતો હોય. કોઈને આવી રીતે બાઈક ચલાવતા દેખિયે ત્યારે આપની અંદર બેઠેલા મંતવ્યો ..વગેરે દોડાદોડ કરીને વગર પૂછ્યે દોષિત ઠેરવી દે છે. આમાંથી છુટકારો મેળવવો છે એવું ભાન થાય એટલે જીવ અભવ્ય જીવમાંથી ભવ્ય જીવમાં આવ્યો તેમ કહેવાય અને ત્યાર પછી સરુથાય સમ્યક દ્રષ્ટિની યાત્રા. 

આ ગ્રંથીઓની/ ગાંઠોની તોડફોડ કરવી એનું નામ સામાયિક. અને તે તોડતા તેનાથી પડેલા ડાઘા દેખાય એણે ભૂસવા તેનું નામ પ્રતિક્રમણ. 

સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?

જવાબ: એતો સાલમુબારક કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તેને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું. જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર. 

સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે. 
જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો માતર પણ ના બદલાય

Thursday, July 29, 2010

છત્રી ખોલીને,વાદળ રિસાઈ ગયા

છાયડાની બાધા આપી,વૃક્ષોને સમજાવ્યા 
દાણાના વચનો આપી પંખી ને ટકાવ્યા
કોઈ,ચોતરે પડેલ દાણાને અડ્યું નહિ પછી,
એક પથ્થર ફેક્યોને માળા ખાલી કરી ગ્યા 

એની આંગળીના ટેરવે પર્વત ટકાવ્યો'તો 
આંસુઓની શાખ પર સંબંધ ટકાવ્યો'તો 
માછલી પણ તરીને થાકી ગઈ ઝાંઝવામાં 
એક કાંકરી ખેચીને બધા કિલ્લા ખરી ગ્યા 




દોસ્તીની શરત પર દુશ્મની ટકાવી'તી
આંશુની શરમ પર લાચારી છુપાવી'તી 
એની સ્મશાનમાય એણે હલચલ મચાવી 
અમે છાના ના રહ્યા તો તે ઉભા થઇ ગ્યા 
સુરજેય આણ દઈને કંકુથી વધાવ્યા'તા 
પવનો લઇ આવ્યાં ને હેતથી પંપાળયા'તા 
ધામધૂમ થી આવ્યા પણ,ટીપું ના વરસ્યા 
અમે છત્રી ખોલીને,વાદળ રિસાઈ ગયા

Sunday, July 25, 2010

આગ- કાગળ ના સથવારા

જીવન જીવું છું વણઝારા જેવું.
શિવલિંગ પર પડતી ધારા જેવું.
તૂટ્યું વાળી, લપાયું છુપાયું
રાખ નીચે અંગારા જેવું.
ઉજ્જડ રણ,ને રણમાંય તોફાન
ક્યા મળે કઈ અણસારા જેવું .
લોકો આવે ને થાય ચા-નાસ્તા
રહે, હું અને પડછાયા જેવું.
ગુરુ પૂર્ણિમા એ માંગું શક્તિ
જ્ઞાન તણી મને આપો ભક્તિ.
અજ્ઞાન તણાં આ ઝાળાનું બંધન
આગ- કાગળ ના સથવારા જેવું.

Saturday, July 24, 2010

Gujarat & Development ...

કાલે રાત્રે, એક્ષ્પ્રેસ હાઇવે પર આખી રાત ભરાઈ ગયા.. ગાડીનું ટાયર ફાટી ગયું. ત્યાં અકસ્માત માટે નો નમ્બર ૯૮૨૫૦૨૬૦૦૦ પર કોઈ ફોન ઉપાડે નહિ અને એક્ષ્પ્રેસ હાઇવે કન્ટ્રોલ ઓફિસે નો નમ્બર ૯૮૭૯૬૨૬૦૦૦  પર ફોન ઉપાડીને બાજુ પર મૂકી દે. આ જ છે ગુજરાત. I missed Dubai for that matter. હા, પછી ટ્રક વાળા ભાઈઓ એ બને તેટલી સહાય કરી અને... લાગ્યું, જે છે તેવું પણ મને ગુજરાત
આમના કારણે ગમે છે.

એક બાજુ ધોધમાર વરસાદ અને બીજું બાજુ મીશીબત.. આજુ બાજુમાં કોઈ ઘર દેખવા ના મળે , કોઈ નજીકમાં ગેરેજ પણ ક્યાંથી હોય ? એક્ષ્પ્રેસ હાઇવે એટલે કંઈજ નહિ. તમને કોઈ પાણી પણ કોણ આપે.. ૧૦૮ પર જવાબ મળે હાઇવે અકસ્માત ઝોન ને ફોન કરો ...પછી તે રમાડે ચાલક ચલાની

હું ત્યાં હતો ત્યારે દુબઈ થી ગુજરાત ની પ્રગતી દેખી વખાણ કરતો હતો ..પણ અહી આવીને જયારે ગામડાઓમાં ગયો ત્યારે ખબર પડી છે કે શું થયી રહ્યું છે. અહી જેમ એક આખું સમાંતર સ્કેમ ચાલી રહ્યું છે. તે શહેર માં મારા જેવાએ ફ્લેટ/ઘરો માં રોકાણ કરેલું હોય અને જેના ભાવ કુદકે ને ભુશ્કે વધતા હોય તેમને નહિ દેખાય. પણ મેં ગામડાઓ માં હાલત દે...ખી છે. તેમની રસોઈ માંથી ઘઉં ના રોટલા કાઢીને પાર્લે બિસ્કીટ પકડાવીને પ્રગતિની વાત થાય છે ...ભાઈ

બાળકોના હાથમાંથી દ્રાક્ષ જુટવીને દારૂની બોટલ આપી દેવાથી બાળક પ્રગતિને પંથે જાય છે તેવું બોલાય છે.

હુય જાણું છે કે એને કોઈ અટકાવી નહિ સકે..અત્યારે મારી જેમ બોલનારા પણ આ રસ્તા ઉપર પાછળથી જોડાઈ જશે. કારણકે છેવટે તો હું રહ્યી ના જાઉં તે મારે દેખવાનું છે. લોકો ભલે ગરીબ ના ગરીબ રહે ... મારે કેટલા ટકા .. એમ મનમાં સમજાવીને પછી લાગી નહિ પડું તો ..પાછળ થી હું મનેજ માફ ના કરી સકું તેવું બને .. ગયી કાલ સુધી ફેમીલી માં બધા કહે તા હતા કે "તારા પપ્પાએ એ વખતે જો "એ " તક લઇ લીધી હોત તો અત્યારે તમે ક્યાંના ક્યાય હોત ..." માણસ એક વાર ભૂલ કરે એને મુર્ખ તે વારે વારે કરે. હું જોકે તે નથી.



Sunday, July 18, 2010

હું...તું...અને ધર્મ. હતું ..ટુ ટુ ટુ તુતુતું

"ભગવાન છે અને તે દરેક નું ધ્યાન રાખે છે" તે કાયર/નાશીપાશ થયેલા લોકોને આપવામાં આવતી સાંત્વના છે.તે માણશે સર્જેલું fiction છે. હકીકત એ છે કે કુદરતના નિયમો થી બહાર કશું થતું નથી. અરે આ ભગવાન પણ જો પાછો આવશે તો પણ તે એના નિયમને આધીન થયીને જ આવશે. તે માણસ જ હશે 'ને જ્ઞાન પામીને ભગવાન બનશે.     
___________________________________________________________
હું અને સયમ?  ક્યારેય નહોતું પાળ્યું. કરોડો વર્ષથી કેટલાય જન્મો માં ભોગવીને આવ્યો છું. આ તો અત્યારે હવે સાપની કાંચળીઓ ઉતરે છે અને ડુંગળીના પળોની માફક રીલ બધા ફરે છે. હવે થયો છે પુરુસાર્થ... બસ જેવો હતો તેવો પાછો સુધ્ધ થઇ જાઉં.
___________________________________________________________   
જૈનો ભલે કહે કે હવે કોઈ તીર્થંકર નહિ થાય, ચાલો માની લઈએ.પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની વિષે કોઈ શક નથી. તે આવે છે અને આવતા રહે છે, આંખો પર મંતવ્યો,રૂઢિઓ,પૂર્વગ્રહો, ગાંઠો અને ગ્રંથીઓ  નું સામ્રાજ્ય છવાયેલું છે એટલે બાજુમાં બેઠો જ્ઞાની પણ કેમ દેખાશે ?
___________________________________________________________
આપણી જૂની  વખણાયેલી , વંચાયેલી  fictions  માં ભગવાન પહેલા મારઝૂડ/લડાઈ/ચમત્કારો કરીને દૈત્યો પાશે થી લોકોને બચાવે છે અને લોકોને કઈ કરવાનું રહેતું નહિ.એ શારીરિક સક્તિઓથી મુક્તિની વાત હતી.પણ પછીના અરસામાં આવેલા ભગવાનોએ જ્ઞાનનો, વિચારણાનો, પ્રેમ નો રસ્તો બતાવ્યો. અને લોકોને જગાડવાનો રસ્તો બતાવ્યો.  અને પછી સરુ થયી માનશીક સક્તિઓથી વિજય મેળવવાનો. પહેલા લોકોને છોડાવવાની વાતો હતી હવે આતો, પોતાને છૂટવાની વાત છે.    
___________________________________________________________
કૃષ્ણએ મારઝૂડ અને જ્ઞાન નું સંયોજન બતાવ્યું.પહેલા લોકોને પોતાને છૂટવાના કોઈ રસ્તા બતાવવામાં નહોતા આવ્યા. એમને બસ, "તમને દુખ માંથી બચાવવા કોઈ આવશે" નું ગાજર પકડાવ્યું હતું. પછી કૃષ્ણ, મહાવીર, બુદ્ધ વગેરે એ લોકોને ઝંઝોડ્યા અને અહી થી ભાગો ની વાત કરી. જન્મોના ચક્કરોથી જ છૂટવાની વાત કરી. શક્તિ ઉપર સમજ નો લેપ લગાડ્યો.  
___________________________________________________________
એટલા  માટેજ  આપણાં ભગવાન વિશેની કલ્પનાઓ કરીને જે પિક્ચર્સ બનાવવામાં આવે છે, વર્ણનો કરવામાં આવે છે તેમાં શક્તિનું પ્રદશન કરવા હાથોની વિકૃતિ પણ પ્રતીકાત્મક રીતે કરવામાં આવે છે. આંખોમાં ક્રોધ હોય તેવા માતાજીઓ નું ચિત્રણ કરવામાં આવે છે. એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં સુખ અને શાંતિનું વરદાન આપતા બતાવીને "હખણા (સીધા) રહો નહિ તો ખેર નથી.. " ભાવના પ્રગટ કરવામાં આવી છે. સરવાળે ઉદ્દેશ શાંતિનો જ હતો. જીવો અને જીવવા દો નો જ હતો. બધા એ પોત પોતાની સમજ પ્રમાણે બધું ચીતર્યું. હવે આપણે આપની સમજ પ્રમાણે નવું ચિતરવું. 
___________________________________________________________
બધા ધર્મોની શરૂઆત તેના સો called  સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની  કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં આખો ભવ ગુઝારી દો છો. 

પણ બુધ્ધીસાળી લોકો આવું કેમ કરે..? 
કારણકે તેમને જ્ઞાન સાથે નહિ વેપાર સાથે નીશ્બત હોય છે. જ્યાં સુધી "આ છેલ્લા જ " આવું જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેમનો ધર્મ નામનો વ્યાપાર અટકી જાય છે. કારણકે કોઈ બીજો આવી ને ( બીજું ગ્રુપ બનાવીને) પોતાને ભગવાન જાહેર કરીને ઉપદ્રવ કરી દે તો ? વ્યાપારીઓ ની કોઈ કમી છે અહી? કેટલાક જ્ઞાની ની વાત સમજીને અંદર ઉતારી દે છે,જયારે મારા જેવા સારી વાતોના એજન્ટ બનવા માંગતા હોય છે. મારા માટે જેના વિચારો સહજતા થી વેચી સકાય તેવા હોય તે વિચારો ઉત્તમ માલ છે. પછી તે માલ નું જરૂર પ્રમાણે પેકિંગ કરીને વેચી સકાય છે. હું તો એક Distributor  છું. મારા ત્યાં બધાના વાક્યો છે બધાની વાતો છે. આ માલ ખરીદવા માટે હું દુરદુર જઈને તપાસ કરું છું. હીરાની જેમ ચકાશું છું. અને પછી તમારે જોઈએ તેવું પેકિંગ કરી આપું છું.
___________________________________________________________
હું કિરાણા સ્ટોર જેવો છું. અને કેટલાક એક્ષ્ક્લુસિવ સ્ટોર વાળા હોય છે. અહી તમને તમારી પસદગી મુજબ નોજ માલ બતાવવું તે સેલ્સમેન્શીપ ની સ્કીલ કહેવાય. ત્યાં તમને તેમના જેવું કોઈજ નથી તેવું કહીને જે છે તે જ માલ મળશે.માણસની ચિંતાઓ સવાલો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે અને એટલે તેમના ધર્મ વિશેના પ્રશ્નો પણ બદલાય છે. અહી સવાલ જવાબ છે. ત્યાં ભાષણ છે. તમારે જોઈએ છે તે માલ જો મારી પાશે નથી તો મારે પણ તેને શોધવોજ પડશે ને ? 
 
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો

Friday, July 16, 2010

કતલ નું પાનું

એની આંખ પર મરમરે છે કાજળ નું પાનું 
વળી હોઠ પર ફરફરે છે છે ગઝલ નું પાનું 
રદીફ અને કાફિયા ઝગડ્યા છેક લગી,
કોરુધકોર રહ્યી થરથરે છે ગઝલનું પાનું 
નીતનીત રહસ્યો આવી ચડે છે બારશાખ પર 
સમય પર ઝરઝરે છે પઝલ નું પાનું.
કોઈ સુંદર છે, તો કોઈ છે સુગંધીદાર 
તોયે ફૂલોના પુસ્તકોમાં છે કમળ નું પાનું.
મોતનો મોભો પણ સૌ પાળી ને રહે છે 
ઈતિહાશમાં હોય છે એક કતલ નું પાનું