Friday, July 16, 2010

છીછરા સંબંધો


સ્મશાનમાં આજે સમય સડે છે 
બાગના માંચડે હવાઓ રડે છે 
દેશો વચ્ચેની ભૂગોળ ની લડાઈમાં
લોહી લુહાણ થઇ ઈતિહાસ રડે છે 
કિનારે આવીને મારી નાવ ડૂબી ગયી 
કિનારાની સાથે હવે દરિયો લડે છે
લાગણીઓ ઊંડી કે,છીછરા સંબંધો
ચોખ્ખા રસ્તા નીચે ગટરો મળે છે 

Thursday, July 8, 2010

યોગી નો ખજાનો:

યોગી નો ખજાનો:  

જિંદગી એક બહુ અનેરો પગદંડીનો પ્રવાસ છે. જો આપણે પાછળ વળી ને જોયા કરીશું કે આપડે ક્યા હતા? તો પછી આગળ જે exciting  events આપણી રાહ જોઈ રહ્યી છે તેને miss કરી જઈશું. : યોગી 
__________________________________________________________________
જીંદગીમાં પ્રોબ્લેમ તો આવતા રહે તેનાથી નાશીપાશ થવું નહિ. જો જિંદગી રોડ છે તો પ્રોબ્લેમ સ્પીડ બ્રેકર છે, તે આપણને અકસ્માતો થી બચાવે છે : યોગી
__________________________________________________________________
હમેશા યાદ રાખો, પૈસા જ જીંદગીમાં મહત્વના નથી. પણ પહેલા એટલા પૂરતા પૈસા કમાઈ લો જેથી તમે આવું નોન-સેન્સ વિચારી શકો. : ફોર્બ્સ 
__________________________________________________________________
ખબર છે, જ્યાં સુધી પાણી જહાજ ની અંદર ઘુસી ના જાય, ત્યાં સુધી આખા દરિયાનું પાણી ભેગું થયી ને પણ જહાજ ને ડુબાડી નથી શકતું, દુનિયા નું પ્રેસર આવુજ હોય છે જ્યાં સુધી તમે તેને તમારી અંદર આવવા ના દો..
__________________________________________________________________

હું  ભગવાન ને મળ્યો અને પૂછ્યું: જીદગીનો અર્થ શું છે? 
ભગવાન: જીદગી નો પોતાનો કોઈ મતલબ નથી, જીદગી તો તને કઈક અર્થપૂર્ણ કરવાની મળેલી તક છે. 
__________________________________________________________________

આપણને કઈક મળી ગયું છે તેની અનુભૂતિ સિવાય ક્યાય આનંદ નથી. 
__________________________________________________________________
આપણે જે નથી થયી સકતા તેને સરભર કરવા માટે કલ્પના આપણાં માં છે. અને જે થયી ગયા છીએ તેના આશ્વાસન માટે હાસ્યવૃત્તિ આપણાં છે. 
__________________________________________________________________

વાર્તાલાપ ની સાચી રીત એજ નથી કે સાચી વાત, સાચી જગ્યા, સમયે અને પાત્રને  કરવી. પણ તેમાં એવું પણ ઉમેરવું કે કોઈ tempting  ક્ષણ પર ખોટી વાત કહેવાઈ ના જાય. 
__________________________________________________________________


૧૨મ ધોરણ માં સશ્લાના ૮૦% આવ્યા અને કાચબા ના ૬૧% તોયે કાચબાને કોલેજ  માં  એડ્મીસન મળી ગયું કારણ કે   સ્પોર્ટ ક્વોતા
__________________________________________________________________
આપણાં  શરીર ના કોઈ એક ભાગ પર દર્દ ના થાય ત્યાં સુધી તે ભાગ પર ધ્યાન નથી આપતા ... સંબંધો માંય શું આવું કરીશું ? 
__________________________________________________________________
એક છોકરો ઓફીસ માં ખુબ અગત્યનું કામ કરતો હતો.
તેની GF  એ ફોને કર્યો, 
GF : મેં તને ખલેલ તો નથી કર્યો ને ?
BF : હા, કર્યો તો છે.. પણ જીવન માં સાચી વ્યક્તિ થી ખલેલ ના થયીયે તો છે શું બીજું? 
__________________________________________________________________

પાગલખાના માં બધા પાગલો ડાન્સ કરી રહ્યા હતા.
બે પાગલ શાંતિ થી બેઠા હતા. 
વોર્ડન ને લાગ્યું કે આ બંને ઠીક થયી ગયા છે કે શું? 
ને પૂછ્યું: કેમ તમે ડાન્સ નથી કરતા ?
તેમને જવાબ આપ્યો : અમે વર-વધુ છીએ: , Yogi 
__________________________________________________________________
એક માણશે એક સ્ત્રી ને બચાવવા કુતરાને ગોળી મારી દીધી. 
છાપા માં સમાચાર : એક ભારતીયે  સ્ત્રી ને બચાવી,
માણશ: હું ભારતીય નથી. 
છાપા માં સમાચાર : એક વિદેશી એ  સ્ત્રી ને બચાવી,
તો તમે કયા દેશ માંથી આવ્યા ?.. પાકિસ્તાન 
છાપા માં સમાચાર : એક ત્રાસવાદીએ કુતરા પર કરેલો હુમલો 
__________________________________________________________________
બોમ્બ ધડાકા વખતે ઝખ્મી થયેલા ભાઈને TV  પત્રકાર પૂછી રહ્યા હતા.. 
હા...તો ..બોમ્બ પડ્યો ત્યારે ફૂટેલો હતો ?? 
ઝખ્મી : ના ...ત્યારે તો એવો સુંદર લાલ ટામેટા જેવો હતો ...ને પછી રગડી મારી તરફ આવ્યો ને શરમાઈ ને બોલ્યો "ધડામ .."
__________________________________________________________________
Hate but love more,
argue but agree more  
Talk but listen more 
punish but forgive more
then you will love people but
people will love you more
__________________________________________________________________

Saturday, July 3, 2010

શ્રધા અને ઢેખારો

અરે શ્રધા એટલે શું? શ્રધા એટલે જેની હકીકત ખબર નથી પણ આવું હશે તેમ માણીએ છીએ તેવું સમીકરણ. જે વસ્તુની હકીકત તમને ખબર હોય તેમાં તમારે શ્રધા રાખવાની જરૂર નથી. જ્યાં doubt છે ત્યાં શ્રધા રાખવી પડે. આપડે ક્યારેય એમ નથી બોલતા કે આ મારા માતાપિતા છે તેવી મારી શ્રધા છે. શ્રધા તો ત્રાજવાને બેલેન્સ કરવામાટે મુકાતું વજન છે.કેટલાક સવાલો એવા હોય છે કે તેના જવાબો કે ખુલાશા સમતોલ નથી થતા, ત્યારે શ્રધા નામનો ધેખરો મૂકી ત્રાજવા ને સમતોલ કરવા પડે છે.  
શ્રધાના નામ પર એક સમાંતર દુનિયા ચાલે છે.
શ્રધા કેટલાય ને જીવાડી રાખે છે.
શ્રધા કેટલાયને મરતા અટકાવે છે.
શ્રધાએ કેટલાય દુખી લોકોને નાશીપાસ થતા અટકાવ્યા છે. 
એક શ્રધા ના કારણે માં-બાપ લંપટ બની રહેલા દીકરાને જીવદયા રાખે છે..
અને તેને કારણેજ પતિ અને પત્ની પોતાની સ્વતંત્રતાને દાવ પર લગાવી, બાળકના આગમન ની તૈયારી કરે છે.
આ  શ્રધ્ધા ને કારણેજ કેટલાય, લંપટ બાવાઓ લીલા કરી જાય  
બસ આ શ્રધ્ધા શું ના કરાવે,
કલ્પના ચાવલા ના મોત પછી નાશા પણ તેના space શટલ પર લીંબુ ને મરચા લટકાવતું થયી જાય...
____________________________________________________________
Story 1:

એક વખત ....મંદિરના પુજારીએ ગામમાં આ વરશે પણ દુષ્કાળ ના પડે અને વરસાદ આવે એટલા માટે આખા ગામને મંદિરે એકસાથે પૂજા માટે બોલાવ્યા. બધા, પૂજાની થાળી સાથે આવી ગયા, પુજારી પૂજા ચાલુ કરતા નહિ.. ત્યાજ, બસ એક નાનો બાબો છત્રી લઈને આવ્યો, ને પુજારી એ કહ્યું હવે  પ્રભુ આપણી પૂજા  સ્વીકારશે.. 
____________________________________________________________
Story 2:
એક વખત...જહાજ મધદરિયે  હતું ને તોફાન આવ્યું.. જહાજ ડૂબવા માંડે તેવું થયું. બધા પોત પોતાના ઈષ્ટદેવને વંદવા લાગ્યા..
જીસસે વંદના સાંભળી ને કેટલાયને પાર ઉતાર્યા,
અલ્લાહ પણ પોતાના વચન નિભાવી ગયા, 
પણ ચિંતા હિંદુ ને થવા લાગી ૩૩ કરોડ દેવી દેવતા ..એક ને બોલાવે તો બીજા ને ખોટું લાગે. કરવું શું ?
જહાજ તો ડૂબવા જેવું થયી ગયું'તું. ત્યાંજ બધી પુજોમાં શિરમોર ગણપતિ યાદ આવી ગયા.. સ્તુતિ ચાલુ થયી ગયી ... 
અને ત્યાજ ગણેશજી હાજર.. અને કરવા લાગ્યા નૃત્ય.. તેમના ધમપછાડા થી જહાજ વધુ ડૂબવા લાગ્યું.. 
ભક્તે કહ્યું ...ગણેશજી ..બચાવો .
ગણેશજી કહે ...બેટમજી.. ચતુર્થી એ હું ડૂબતો હતો ને તમે નાચતા હતા કેકેકેમ ... ????
નવલકથા:  મને મોક્ષ ઉછીનો આપો 

Friday, July 2, 2010

ટાંકી અને કચરો

ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક. 
જમવામાં ધ્યાન રાખને સંડાસની ચિંતા કેમ કરે છે? તે જે ભર્યું છે તેનો જ બનેલો કચરો છે. કોઈ આવીને તારા પેટમાં ઠાંસી નથી ગયું.
આ જે કઈ પણ બને છે તારી જોડે, તે બધાના ટેન્ડર તે જ ભરેલા છે અને હવે તેજ તારીખ આવતા ખુલે છે. હવે તને તે પોસાય કે નાપોસાય કુદરત શું કરે? 

પૃથ્વીની રચના કેવી રીતે થયી?, કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણીને તારે શું કરવું છે, તારી રચના કેવી રીતે થયી,કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણને! 
DADA: 

અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય. 

આપણી સંસ્કૃતિમાં જેટલી વાર્તા બનાવવામાં આવી છે તે બધી વાર્તાઓમાં છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું આવે છે. ત્યાજ મોટો ભ્રમ રચાયો હતો. અને આખી એક સંસ્કૃતિ ઉપર એવો પાવડર છાંટવામાં આવ્યો છે કે સુખ ના દિવસો એક વાર આવ્યા પછી જતા નથી. આજે હું તમને કહું છું, આ વાત પણ આરસ ની તકતી પર લખી રાખજો કે અનિષ્ઠ તત્વો ક્યારેય પોતાની હાર ને ફાઈનલ નથી ગણતા, પણ તમે જીતને ફાઈનલ સમજો છો તે તમારી ભૂલ છે. 

કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે ધ્યાન કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ ધ્યાન કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ? 

સ્કૂલ માં જે તોફાની છોકરો હોય તેને મોનીટર બનાવી દેવામાં આવે છે. તેના બે ફાયદા છે, તે શિક્ષકો ને પરેશાન નથી કરતો અને બીજા બચ્ચા લોક કાંતો ઓટોમેટીક કાબુ માં રહે છે અથવા બધા બચ્ચાલોક્જ ભેગા મળીને (એક સામે અનેકની જેમ) તેને કાબુમાં લાવી દે છે.રાજકારણમાં ઘુસવા માટે આવા મોનીટરો ની જરૂર પડે છે. જોજો હવે MUNICIPALITY ની ચુંટણીઓ આવવાની છે. આ બધા મોનીટરો નું શું થાય છે તે દેખવાની મજા આવશે. 

NOVEL: 

નાનકડો ભગવાન બનવાનો અનુભવ,




બચપણ ના ચિત્રોને ,

બચપણ ના ચિત્રોને ,
ચિતારડા કહ્યા,
બચપણ ની કવિતાઓને
જોડકણા કહ્યા,
કાગળમાંથી બનાવી નાવ,
તે પહેલું સર્જન,
ગાયના પોદ્ડાને,
મિક્ષ કરી વાલ જોડે
જમીન માં દાટ્યું,
પછી બે બે કલાકે "શું થયું " ની ઇન્તેઝારી
ત્રીજા દિવસે અંકુરિત થયી
બહાર આવેલી ડાળી
અને,
ભગવાન બનવાનો નાનકડો અનુભવ,



માચીસ ના ખોખાને ફાડીને
ભેગી કરેલી છાપો,
અને તેની વેલ્યુ કરવાની અનોખી રીતો,
તે વેપારી બનવાનો પહેલો અનુભવ...
નાના ઢીંગલા ને,
ઢીંગલીઓ ને પરણાવી
મુઠ્ઠી ઓ વાળીને ને શાક ખરીદ્યું
અને મુઠ્ઠી વાળીને દીધાતા પૈસા ...
અને સંસારનો લીધોતો પહેલો અનુભવ



દરિયાની રેતમાં બનાવ્યા'તા મહેલો
અને ચારેય બાજુ દોરી તી નદીઓ,
નાના પણ રાજા, બનવાનો એ પહેલો અનુભવ...
પછી સાંજે ઘેર જતા પહેલા..
કેમ,પોતાનાજ પગે,
તે ખુંદી નાખ્યા'તા મહેલો ને ?
એતો શેતાન બનવાનોય પહેલો અનુભવ..
કે વારશાઈ જેવું કઈક હોવાનો બિનઅનુભવ..

Thursday, July 1, 2010

Spiritual

જ્ઞાન પહેલા ,
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ

Wednesday, June 30, 2010

મારી મમ્મી બહુ ઝગડાખોર છે

મારી મમ્મી બહુ ઝગડાખોર છે ...
કેમ?
હું રમતો હોઉં ને પડી જાઉં તો વાગે છે મને,
સહન કરવાનું આવે છે મારે,
દવા લેવી પડે છે મારે,
ઇન્જેક્સ્ન લેવા પડે છે મારે...
પણ તે મને લડે છે એવી રીતે કે જાણે આ બધું તેને કરવું પડે છે...
હા,દીકરા, એતો એવું જ હોય ને ..
જ્યાં સુધી તું મોટો ના થાય ત્યાં સુધી
તને કઈ થાય તો મમ્મી ને પણ વાગે
તમને મમ્મી લઈને આવી હોય ને એટલે
તમને જેટલું શરીર પર વાગે તેટલું મમ્મી ને
ર્હુદયમાં જોરથી વાગે. પછી કેવું દુખે.. ?
તમને લોહી નીકળે ને તો..
મમ્મીનું લોહી ફરતું બંધ થયી જાય ..બોલ..
હે...
___________________________________________
કોમ્પ્યુટર ને વિડીઓની ગેમ છોડી આવ્યો છું..
ઊંઘતી મમ્મીને હાથતાળી દૈ આવ્યો છું..
બચપણ તો ચાલ્યું જશે પછી કળ ના વળશે.
બે ઘડી વેકેસનમાં ,(આપડી) રમત રમવા આવ્યો છું.
_________________________________________________
મારી મમ્મીને અમને અને અમારા કપડા ધોવાનો કંટાળો આવે છે.
એટલે અમને રમવા નથી જવા દેતી...
અને અમારું બચપણ ધોઈ નાખે છે..
ના, બેટા કોઈ મમ્મી આવું નાકરે...
ના, એવું જ છે.. હું સાચું બોલું છું..
મારા માળિયા માં ૫૦ લખોટી અને
૩ ભમરડા પડ્યા છે તેની સોગંધ ...