સવાલ: જો તમારે આજથી ૨૫૦૦ વર્ષ પહેલા જેવો જ અદ્દલ ધર્મ પાળવો હોય તો એવા ગામ શોધી કાઢો જ્યાં હજી electricity પહોંચી નથી. વીજળીની શોધે સંયમ ધર્મના મોટા ભાગના નિયમો સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. જો ધર્મ એ પ્રક્રિયાઓનો, નિયમોનો સમૂહ હોય તો, બદલાતા સંજોગોમાં શું એ પ્રક્રિયાઓ ને વળગી રહેવું કે તેમાં પણ બદલાવ લાવવો?
જવાબ: જો ભૈ, ધર્મ એ કોઈ નિયમ નથી કે નથી કોઈ પ્રક્રિયા. આપણે આપણને જાણતા થયા એટલે ધર્મ ની સરુઆત થયી નહિ કે આ નિયમો કે પ્રક્રિયાઓ ને જાણીએ એટલે. પર્યુસનમાં મુહ્પતી વડોલોમી ખબર પડ્યા વગર કર કર કરવું તેના કરતા, બેસ અહી ને, આજે શોધ કે તારી લોભની ગાંઠ કેવી રીતે વર્તે છે. પંખો કરવો હોય તો કર અને AC કરવું હોય તો AC કર. પણ બેસ તો ખરા એક વાર. એક વખત આમ સામાયિક માં બેસીએ એટલે આપણી પ્રજ્ઞા ખુલે અને ખુલેલી પ્રજ્ઞાથી જે જે પણ ગાંઠ દેખાય તે ભસ્મ થયીજ સમજો. આ ગાંઠો જ આપણાં કર્મોનો સરવાળો છે. કર્મો ની નિર્જરા ની આ એક મેથડ છે. એક એક ગાંઠમાં કેટલાય મંતવ્યો છે, રૂઢિઓ છે, ગ્રંથીઓ છે અને આ ગાંઠો ને કારણે દ્રષ્ટી મલીન થયી છે. એક એક ગાંઠ ને ઓગળીએ એટલે તેટલી દ્રષ્ટી ક્લીઅર થાય અને તેટલું ક્લીઅર ધર્મનું પાલન થાય. એટલે પ્રક્રિયા અને નિયમો થી વધુ દુર થવાની જરૂર નથી. બસ, અહી થી જ સરુ કર. બેસ પલાઠી વાળીને..
સવાલ: આ ગાંઠોને એટલે શું.. સમજાવો
જવાબ: જગત આખું નિર્દોષ છે. કોઈ પણ વ્યક્તિ આપની સાથે વાત કરે છે ત્યારે તે વાતચીત દરમ્યાન,આપણાં મગઝ્માં અમુક મંતવ્યોનો કચરો નાખી જાય છે. આ મંતવ્યો માંથી સમય જતા opinion બંધાય છે. તેમાંથી પછી belief( પૂર્વગ્રહ) અને પછી ગાંઠ અને પછી ગ્રંથી. આપણે હરરોજ આવી કેટલીય ગ્રંથીઓના ચશ્માં પહેરીને દુનિયા ને દેખિયે છીએ અને વ્યવહાર કરીએ છીએ. આ ગ્રંથીઓને કારણે લોકોને દોષિત દેખીએ છીએ. અને તેજ આપની મિથ્યા દ્રષ્ટી છે. દ્રશ્ય માં કોઈ દોષ નથી. પણ તે આપણી ગ્રંથી માંથી પસાર થતા દોષિત બને છે. દ્રશ્ય તો વર્તમાન છે.
કોઈ બાઈક ૧૦૦ km ની સ્પીડ પર ચલાવતો હોય તો તે દોષ નથી. પણ આપણી ગ્રંથી ની ખામીને કારણે તે દોષિત દેખાય છે. બની સકે છે કે તે એક ડોક્ટર છે ને કોઈ patient ના call ના કારણે તે સ્પીડ પર ચલાવતો હોય. કોઈને આવી રીતે બાઈક ચલાવતા દેખિયે ત્યારે આપની અંદર બેઠેલા મંતવ્યો ..વગેરે દોડાદોડ કરીને વગર પૂછ્યે દોષિત ઠેરવી દે છે. આમાંથી છુટકારો મેળવવો છે એવું ભાન થાય એટલે જીવ અભવ્ય જીવમાંથી ભવ્ય જીવમાં આવ્યો તેમ કહેવાય અને ત્યાર પછી સરુથાય સમ્યક દ્રષ્ટિની યાત્રા.
આ ગ્રંથીઓની/ ગાંઠોની તોડફોડ કરવી એનું નામ સામાયિક. અને તે તોડતા તેનાથી પડેલા ડાઘા દેખાય એણે ભૂસવા તેનું નામ પ્રતિક્રમણ.
સવાલ: પર્યુષણ માં આપણે જે મિચ્છામી દુક્કડમ કરી એ છીએ તેવી માફી દુનિયાના કોઈ ધર્મ માં નથી. આવી રીતે ખુલે આમ માફી માંગ્યા પછી પણ વેરઝેર કેમ ઓછું નથી થતું?
જવાબ: એતો સાલમુબારક કરતા હોઈએ એવી રીતે માફી માંગીએ છીએ એટલે. બાકી એવું એક પશ્ચ્યાતાપ પણ થાય ને તો ભવોના કર્મો ખપી જાય અને કેટલીય ગાંઠો પીગળી જાય. ક્યારેય કોઈ સામાયિક વખતે એવું થયું છે કે કોઈ એક ગુનો યાદ આવીયો હોય અને તેને પોક મુકીને રડીને પશ્ચ્યાતાપ કરવાનું મન થયું હોય? આ કર્મોની કુદરત છે, તે અહી તારું હાજરીપત્રક લઈને પગાર આપવા નથી બેઠું. જેણે જેવું કર્યું તેનું તેવું બધાયું અને જેણે છોડ્યું તેનું છૂટ્યું. વેરઝેર ઓછું નહિ સમૂળગું કાઢી નાખવા માટે નો ભવ મળ્યો છે. ચેત મછંદર.
સવાલ: તમને સાંભળીયે છીએ ને તો મન ને આમ શાંતિ મળે છે, આત્મા ને જંપ વળે છે. આવું જ્ઞાન મળે એટલે બસ હવે ઉદ્ધાર નજીકમાંજ છે તેવું લાગે.
જવાબ:ખોટું, બિલકુલ ખોટું, ભૈ આને જ્ઞાન ના કહેવાય આ તો બે ઘડી મનોરંજન કહેવાય. આનાથી આત્મા ને કઈ લેવા દેવા નહિ. સાચું જ્ઞાન લેવું હોય તો અહી નહિ.. પેલા જ્ઞાની પાસે જા. આ તો મનોરંજન કહેવાય, અલખની રંજન નહિ. આત્માનું તને બધું સમ્જાડી દેશે. મારાથી કોઈનો ઉદ્ધાર ના થાય. હું જ બીજે આંગળી ચીંધુ છુને. આતો નાટકના ડાઈલોગ કહેવાય. બાકી જ્ઞાની ના સબ્દોમાં તો કાનો માતર પણ ના બદલાય
અનંત જન્મો ના ચક્કરોમાંથી નીકળવું છે મારે, તાર વિનાની વીણા પર રાગ છેડવો છે મારે, હવે તો જ્ઞાની પુરુષની મુજ પર કરુણા વર્ષો, સમભાવે પૂરું કરવું છે ફાઈલોનું દેવું મારે .
Saturday, July 31, 2010
Thursday, July 29, 2010
છત્રી ખોલીને,વાદળ રિસાઈ ગયા
છાયડાની બાધા આપી,વૃક્ષોને સમજાવ્યા
દાણાના વચનો આપી પંખી ને ટકાવ્યા
કોઈ,ચોતરે પડેલ દાણાને અડ્યું નહિ પછી,
એક પથ્થર ફેક્યોને માળા ખાલી કરી ગ્યા
એની આંગળીના ટેરવે પર્વત ટકાવ્યો'તો
આંસુઓની શાખ પર સંબંધ ટકાવ્યો'તો
માછલી પણ તરીને થાકી ગઈ ઝાંઝવામાં
એક કાંકરી ખેચીને બધા કિલ્લા ખરી ગ્યા
દોસ્તીની શરત પર દુશ્મની ટકાવી'તી
આંશુની શરમ પર લાચારી છુપાવી'તી
એની સ્મશાનમાય એણે હલચલ મચાવી
અમે છાના ના રહ્યા તો તે ઉભા થઇ ગ્યા
સુરજેય આણ દઈને કંકુથી વધાવ્યા'તા
પવનો લઇ આવ્યાં ને હેતથી પંપાળયા'તા
ધામધૂમ થી આવ્યા પણ,ટીપું ના વરસ્યા
અમે છત્રી ખોલીને,વાદળ રિસાઈ ગયા
દાણાના વચનો આપી પંખી ને ટકાવ્યા
કોઈ,ચોતરે પડેલ દાણાને અડ્યું નહિ પછી,
એક પથ્થર ફેક્યોને માળા ખાલી કરી ગ્યા
એની આંગળીના ટેરવે પર્વત ટકાવ્યો'તો
આંસુઓની શાખ પર સંબંધ ટકાવ્યો'તો
માછલી પણ તરીને થાકી ગઈ ઝાંઝવામાં
એક કાંકરી ખેચીને બધા કિલ્લા ખરી ગ્યા
દોસ્તીની શરત પર દુશ્મની ટકાવી'તી
આંશુની શરમ પર લાચારી છુપાવી'તી
એની સ્મશાનમાય એણે હલચલ મચાવી
અમે છાના ના રહ્યા તો તે ઉભા થઇ ગ્યા
સુરજેય આણ દઈને કંકુથી વધાવ્યા'તા
પવનો લઇ આવ્યાં ને હેતથી પંપાળયા'તા
ધામધૂમ થી આવ્યા પણ,ટીપું ના વરસ્યા
અમે છત્રી ખોલીને,વાદળ રિસાઈ ગયા
Sunday, July 25, 2010
આગ- કાગળ ના સથવારા
જીવન જીવું છું વણઝારા જેવું.
શિવલિંગ પર પડતી ધારા જેવું.
તૂટ્યું વાળી, લપાયું છુપાયું
રાખ નીચે અંગારા જેવું.
ઉજ્જડ રણ,ને રણમાંય તોફાન
ક્યા મળે કઈ અણસારા જેવું .
લોકો આવે ને થાય ચા-નાસ્તા
રહે, હું અને પડછાયા જેવું.
ગુરુ પૂર્ણિમા એ માંગું શક્તિ
જ્ઞાન તણી મને આપો ભક્તિ.
અજ્ઞાન તણાં આ ઝાળાનું બંધન
આગ- કાગળ ના સથવારા જેવું.
શિવલિંગ પર પડતી ધારા જેવું.
તૂટ્યું વાળી, લપાયું છુપાયું
રાખ નીચે અંગારા જેવું.
ઉજ્જડ રણ,ને રણમાંય તોફાન
ક્યા મળે કઈ અણસારા જેવું .
લોકો આવે ને થાય ચા-નાસ્તા
રહે, હું અને પડછાયા જેવું.
ગુરુ પૂર્ણિમા એ માંગું શક્તિ
જ્ઞાન તણી મને આપો ભક્તિ.
અજ્ઞાન તણાં આ ઝાળાનું બંધન
આગ- કાગળ ના સથવારા જેવું.
Saturday, July 24, 2010
Gujarat & Development ...
કાલે રાત્રે, એક્ષ્પ્રેસ હાઇવે પર આખી રાત ભરાઈ ગયા.. ગાડીનું ટાયર ફાટી ગયું. ત્યાં અકસ્માત માટે નો નમ્બર ૯૮૨૫૦૨૬૦૦૦ પર કોઈ ફોન ઉપાડે નહિ અને એક્ષ્પ્રેસ હાઇવે કન્ટ્રોલ ઓફિસે નો નમ્બર ૯૮૭૯૬૨૬૦૦૦ પર ફોન ઉપાડીને બાજુ પર મૂકી દે. આ જ છે ગુજરાત. I missed Dubai for that matter. હા, પછી ટ્રક વાળા ભાઈઓ એ બને તેટલી સહાય કરી અને... લાગ્યું, જે છે તેવું પણ મને ગુજરાત
આમના કારણે ગમે છે.
એક બાજુ ધોધમાર વરસાદ અને બીજું બાજુ મીશીબત.. આજુ બાજુમાં કોઈ ઘર દેખવા ના મળે , કોઈ નજીકમાં ગેરેજ પણ ક્યાંથી હોય ? એક્ષ્પ્રેસ હાઇવે એટલે કંઈજ નહિ. તમને કોઈ પાણી પણ કોણ આપે.. ૧૦૮ પર જવાબ મળે હાઇવે અકસ્માત ઝોન ને ફોન કરો ...પછી તે રમાડે ચાલક ચલાની
આમના કારણે ગમે છે.
હું ત્યાં હતો ત્યારે દુબઈ થી ગુજરાત ની પ્રગતી દેખી વખાણ કરતો હતો ..પણ અહી આવીને જયારે ગામડાઓમાં ગયો ત્યારે ખબર પડી છે કે શું થયી રહ્યું છે. અહી જેમ એક આખું સમાંતર સ્કેમ ચાલી રહ્યું છે. તે શહેર માં મારા જેવાએ ફ્લેટ/ઘરો માં રોકાણ કરેલું હોય અને જેના ભાવ કુદકે ને ભુશ્કે વધતા હોય તેમને નહિ દેખાય. પણ મેં ગામડાઓ માં હાલત દે...ખી છે. તેમની રસોઈ માંથી ઘઉં ના રોટલા કાઢીને પાર્લે બિસ્કીટ પકડાવીને પ્રગતિની વાત થાય છે ...ભાઈ
બાળકોના હાથમાંથી દ્રાક્ષ જુટવીને દારૂની બોટલ આપી દેવાથી બાળક પ્રગતિને પંથે જાય છે તેવું બોલાય છે.
હુય જાણું છે કે એને કોઈ અટકાવી નહિ સકે..અત્યારે મારી જેમ બોલનારા પણ આ રસ્તા ઉપર પાછળથી જોડાઈ જશે. કારણકે છેવટે તો હું રહ્યી ના જાઉં તે મારે દેખવાનું છે. લોકો ભલે ગરીબ ના ગરીબ રહે ... મારે કેટલા ટકા .. એમ મનમાં સમજાવીને પછી લાગી નહિ પડું તો ..પાછળ થી હું મનેજ માફ ના કરી સકું તેવું બને .. ગયી કાલ સુધી ફેમીલી માં બધા કહે તા હતા કે "તારા પપ્પાએ એ વખતે જો "એ " તક લઇ લીધી હોત તો અત્યારે તમે ક્યાંના ક્યાય હોત ..." માણસ એક વાર ભૂલ કરે એને મુર્ખ તે વારે વારે કરે. હું જોકે તે નથી.
Sunday, July 18, 2010
હું...તું...અને ધર્મ. હતું ..ટુ ટુ ટુ તુતુતું
"ભગવાન છે અને તે દરેક નું ધ્યાન રાખે છે" તે કાયર/નાશીપાશ થયેલા લોકોને આપવામાં આવતી સાંત્વના છે.તે માણશે સર્જેલું fiction છે. હકીકત એ છે કે કુદરતના નિયમો થી બહાર કશું થતું નથી. અરે આ ભગવાન પણ જો પાછો આવશે તો પણ તે એના નિયમને આધીન થયીને જ આવશે. તે માણસ જ હશે 'ને જ્ઞાન પામીને ભગવાન બનશે.
___________________________________________________________
હું અને સયમ? ક્યારેય નહોતું પાળ્યું. કરોડો વર્ષથી કેટલાય જન્મો માં ભોગવીને આવ્યો છું. આ તો અત્યારે હવે સાપની કાંચળીઓ ઉતરે છે અને ડુંગળીના પળોની માફક રીલ બધા ફરે છે. હવે થયો છે પુરુસાર્થ... બસ જેવો હતો તેવો પાછો સુધ્ધ થઇ જાઉં.
___________________________________________________________
જૈનો ભલે કહે કે હવે કોઈ તીર્થંકર નહિ થાય, ચાલો માની લઈએ.પણ જ્ઞાની અને કેવળ જ્ઞાની વિષે કોઈ શક નથી. તે આવે છે અને આવતા રહે છે, આંખો પર મંતવ્યો,રૂઢિઓ,પૂર્વગ્રહો, ગાં ઠો અને ગ્રંથીઓ નું સામ્રાજ્ય છવાયેલું છે એટલે બાજુમાં બેઠો જ્ઞાની પણ કેમ દેખાશે ?
___________________________________________________________
આપણી જૂની વખણાયેલી , વંચાયેલી fictions માં ભગવાન પહેલા મારઝૂડ/લડાઈ/ચમત્કારો કરીને દૈત્યો પાશે થી લોકોને બચાવે છે અને લોકોને કઈ કરવાનું રહેતું નહિ.એ શારીરિક સક્તિઓથી મુક્તિની વાત હતી.પણ પછીના અરસામાં આવેલા ભગવાનોએ જ્ઞાનનો, વિચારણાનો, પ્રેમ નો રસ્તો બતાવ્યો. અને લોકોને જગાડવાનો રસ્તો બતાવ્યો. અને પછી સરુ થયી માનશીક સક્તિઓથી વિજય મેળવવાનો. પહેલા લોકોને છોડાવવાની વાતો હતી હવે આતો, પોતાને છૂટવાની વાત છે.
___________________________________________________________
કૃષ્ણએ મારઝૂડ અને જ્ઞાન નું સંયોજન બતાવ્યું.પહેલા લોકોને પોતાને છૂટવાના કોઈ રસ્તા બતાવવામાં નહોતા આવ્યા. એમને બસ, "તમને દુખ માંથી બચાવવા કોઈ આવશે" નું ગાજર પકડાવ્યું હતું. પછી કૃષ્ણ, મહાવીર, બુદ્ધ વગેરે એ લોકોને ઝંઝોડ્યા અને અહી થી ભાગો ની વાત કરી. જન્મોના ચક્કરોથી જ છૂટવાની વાત કરી. શક્તિ ઉપર સમજ નો લેપ લગાડ્યો.
___________________________________________________________
એટલા માટેજ આપણાં ભગવાન વિશેની કલ્પનાઓ કરીને જે પિક્ચર્સ બનાવવામાં આવે છે, વર્ણનો કરવામાં આવે છે તેમાં શક્તિનું પ્રદશન કરવા હાથોની વિકૃતિ પણ પ્રતીકાત્મક રીતે કરવામાં આવે છે. આંખોમાં ક્રોધ હોય તેવા માતાજીઓ નું ચિત્રણ કરવામાં આવે છે. એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં સુખ અને શાંતિનું વરદાન આપતા બતાવીને "હખણા (સીધા) રહો નહિ તો ખેર નથી.. " ભાવના પ્રગટ કરવામાં આવી છે. સરવાળે ઉદ્દેશ શાંતિનો જ હતો. જીવો અને જીવવા દો નો જ હતો. બધા એ પોત પોતાની સમજ પ્રમાણે બધું ચીતર્યું. હવે આપણે આપની સમજ પ્રમાણે નવું ચિતરવું.
___________________________________________________________
બધા ધર્મોની શરૂઆત તેના સો called સ્થાપકને પહેલા ભગવાન નું પદ આપીને થાય છે. પછી એ પણ ધોષિત કરવામાં આવે છે કે હવે કોઈ આવું નહિ થાય.એમના જેવા જ્ઞાનીની વશાવેલી અહી પૂરી થાય છે.. જે છે તે આજ છે. અને પછી મારા જેવા બુદ્ધિસાળી લોક તેનો એક પંથ બનાવે. અને તે "ભગવાન"ની કરુણા મેળવવા માટેના નિયમો બનાવે. અને પછી તેને અનુશરણ કરનારની સંખ્યા વધારવાના ચક્કરો ગતિમાન થાય. વારે તહેવારે તેમના ચમત્કારોની વાતો ફેલાય. તેમના કારણે કેટલી આર્થિક, શારીરિક કે સામાજિક મુશ્કેલીઓ ટળી ગયીની વાતો આવે .આ બધું તમને કોઈક શક્તિના ગુલામ બનાવી દે છે. ધીમે ધીમે તમને એ શક્તિની સામે ડરપોક બનાવી દેવાય છે. અને પછી તમે પોતે કોણ છો તે જાણવા નથી દેતું. બસ તમે "એમને" ને "તેમને" જાણવામાં આખો ભવ ગુઝારી દો છો.
પણ બુધ્ધીસાળી લોકો આવું કેમ કરે..?
કારણકે તેમને જ્ઞાન સાથે નહિ વેપાર સાથે નીશ્બત હોય છે. જ્યાં સુધી "આ છેલ્લા જ " આવું જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેમનો ધર્મ નામનો વ્યાપાર અટકી જાય છે. કારણકે કોઈ બીજો આવી ને ( બીજું ગ્રુપ બનાવીને) પોતાને ભગવાન જાહેર કરીને ઉપદ્રવ કરી દે તો ? વ્યાપારીઓ ની કોઈ કમી છે અહી? કેટલાક જ્ઞાની ની વાત સમજીને અંદર ઉતારી દે છે,જયારે મારા જેવા સારી વાતોના એજન્ટ બનવા માંગતા હોય છે. મારા માટે જેના વિચારો સહજતા થી વેચી સકાય તેવા હોય તે વિચારો ઉત્તમ માલ છે. પછી તે માલ નું જરૂર પ્રમાણે પેકિંગ કરીને વેચી સકાય છે. હું તો એક Distributor છું. મારા ત્યાં બધાના વાક્યો છે બધાની વાતો છે. આ માલ ખરીદવા માટે હું દુરદુર જઈને તપાસ કરું છું. હીરાની જેમ ચકાશું છું. અને પછી તમારે જોઈએ તેવું પેકિંગ કરી આપું છું.
___________________________________________________________
હું કિરાણા સ્ટોર જેવો છું. અને કેટલાક એક્ષ્ક્લુસિવ સ્ટોર વાળા હોય છે. અહી તમને તમારી પસદગી મુજબ નોજ માલ બતાવવું તે સેલ્સમેન્શીપ ની સ્કીલ કહેવાય. ત્યાં તમને તેમના જેવું કોઈજ નથી તેવું કહીને જે છે તે જ માલ મળશે.માણસની ચિંતાઓ સવાલો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે અને એટલે તેમના ધર્મ વિશેના પ્રશ્નો પણ બદલાય છે. અહી સવાલ જવાબ છે. ત્યાં ભાષણ છે. તમારે જોઈએ છે તે માલ જો મારી પાશે નથી તો મારે પણ તેને શોધવોજ પડશે ને ?
નવલકથા : મને મોક્ષ ઉછીનો આપો
Friday, July 16, 2010
કતલ નું પાનું
વળી હોઠ પર ફરફરે છે છે ગઝલ નું પાનું
રદીફ અને કાફિયા ઝગડ્યા છેક લગી,
કોરુધકોર રહ્યી થરથરે છે ગઝલનું પાનું
નીતનીત રહસ્યો આવી ચડે છે બારશાખ પર
સમય પર ઝરઝરે છે પઝલ નું પાનું.
કોઈ સુંદર છે, તો કોઈ છે સુગંધીદાર
તોયે ફૂલોના પુસ્તકોમાં છે કમળ નું પાનું.
મોતનો મોભો પણ સૌ પાળી ને રહે છે
ઈતિહાશમાં હોય છે એક કતલ નું પાનું
છીછરા સંબંધો
સ્મશાનમાં આજે સમય સડે છે
બાગના માંચડે હવાઓ રડે છે
દેશો વચ્ચેની ભૂગોળ ની લડાઈમાં
લોહી લુહાણ થઇ ઈતિહાસ રડે છે
કિનારે આવીને મારી નાવ ડૂબી ગયી
કિનારાની સાથે હવે દરિયો લડે છે
લાગણીઓ ઊંડી કે,છીછરા સંબંધો
ચોખ્ખા રસ્તા નીચે ગટરો મળે છે
Thursday, July 8, 2010
યોગી નો ખજાનો:
યોગી નો ખજાનો:
જિંદગી એક બહુ અનેરો પગદંડીનો પ્રવાસ છે. જો આપણે પાછળ વળી ને જોયા કરીશું કે આપડે ક્યા હતા? તો પછી આગળ જે exciting events આપણી રાહ જોઈ રહ્યી છે તેને miss કરી જઈશું. : યોગી
__________________________________________________________________
જીંદગીમાં પ્રોબ્લેમ તો આવતા રહે તેનાથી નાશીપાશ થવું નહિ. જો જિંદગી રોડ છે તો પ્રોબ્લેમ સ્પીડ બ્રેકર છે, તે આપણને અકસ્માતો થી બચાવે છે : યોગી
__________________________________________________________________
હમેશા યાદ રાખો, પૈસા જ જીંદગીમાં મહત્વના નથી. પણ પહેલા એટલા પૂરતા પૈસા કમાઈ લો જેથી તમે આવું નોન-સેન્સ વિચારી શકો. : ફોર્બ્સ
__________________________________________________________________
ખબર છે, જ્યાં સુધી પાણી જહાજ ની અંદર ઘુસી ના જાય, ત્યાં સુધી આખા દરિયાનું પાણી ભેગું થયી ને પણ જહાજ ને ડુબાડી નથી શકતું, દુનિયા નું પ્રેસર આવુજ હોય છે જ્યાં સુધી તમે તેને તમારી અંદર આવવા ના દો..
__________________________________________________________________
હું ભગવાન ને મળ્યો અને પૂછ્યું: જીદગીનો અર્થ શું છે?
ભગવાન: જીદગી નો પોતાનો કોઈ મતલબ નથી, જીદગી તો તને કઈક અર્થપૂર્ણ કરવાની મળેલી તક છે.
__________________________________________________________________
આપણને કઈક મળી ગયું છે તેની અનુભૂતિ સિવાય ક્યાય આનંદ નથી.
__________________________________________________________________
આપણે જે નથી થયી સકતા તેને સરભર કરવા માટે કલ્પના આપણાં માં છે. અને જે થયી ગયા છીએ તેના આશ્વાસન માટે હાસ્યવૃત્તિ આપણાં છે.
__________________________________________________________________વાર્તાલાપ ની સાચી રીત એજ નથી કે સાચી વાત, સાચી જગ્યા, સમયે અને પાત્રને કરવી. પણ તેમાં એવું પણ ઉમેરવું કે કોઈ tempting ક્ષણ પર ખોટી વાત કહેવાઈ ના જાય.
__________________________________________________________________
૧૨મ ધોરણ માં સશ્લાના ૮૦% આવ્યા અને કાચબા ના ૬૧% તોયે કાચબાને કોલેજ માં એડ્મીસન મળી ગયું કારણ કે સ્પોર્ટ ક્વોતા
__________________________________________________________________
આપણાં શરીર ના કોઈ એક ભાગ પર દર્દ ના થાય ત્યાં સુધી તે ભાગ પર ધ્યાન નથી આપતા ... સંબંધો માંય શું આવું કરીશું ?
__________________________________________________________________
એક છોકરો ઓફીસ માં ખુબ અગત્યનું કામ કરતો હતો.
તેની GF એ ફોને કર્યો,
GF : મેં તને ખલેલ તો નથી કર્યો ને ?
BF : હા, કર્યો તો છે.. પણ જીવન માં સાચી વ્યક્તિ થી ખલેલ ના થયીયે તો છે શું બીજું?
__________________________________________________________________
પાગલખાના માં બધા પાગલો ડાન્સ કરી રહ્યા હતા.
બે પાગલ શાંતિ થી બેઠા હતા.
વોર્ડન ને લાગ્યું કે આ બંને ઠીક થયી ગયા છે કે શું?
ને પૂછ્યું: કેમ તમે ડાન્સ નથી કરતા ?
તેમને જવાબ આપ્યો : અમે વર-વધુ છીએ: , Yogi
__________________________________________________________________
એક માણશે એક સ્ત્રી ને બચાવવા કુતરાને ગોળી મારી દીધી.
છાપા માં સમાચાર : એક ભારતીયે સ્ત્રી ને બચાવી,
માણશ: હું ભારતીય નથી.
છાપા માં સમાચાર : એક વિદેશી એ સ્ત્રી ને બચાવી,
તો તમે કયા દેશ માંથી આવ્યા ?.. પાકિસ્તાન
છાપા માં સમાચાર : એક ત્રાસવાદીએ કુતરા પર કરેલો હુમલો
__________________________________________________________________
બોમ્બ ધડાકા વખતે ઝખ્મી થયેલા ભાઈને TV પત્રકાર પૂછી રહ્યા હતા..
હા...તો ..બોમ્બ પડ્યો ત્યારે ફૂટેલો હતો ??
ઝખ્મી : ના ...ત્યારે તો એવો સુંદર લાલ ટામેટા જેવો હતો ...ને પછી રગડી મારી તરફ આવ્યો ને શરમાઈ ને બોલ્યો "ધડામ .."
__________________________________________________________________
Hate but love more,
argue but agree more
Talk but listen more
punish but forgive more
then you will love people but
people will love you more
__________________________________________________________________
Saturday, July 3, 2010
શ્રધા અને ઢેખારો
અરે શ્રધા એટલે શું? શ્રધા એટલે જેની હકીકત ખબર નથી પણ આવું હશે તેમ માણીએ છીએ તેવું સમીકરણ. જે વસ્તુની હકીકત તમને ખબર હોય તેમાં તમારે શ્રધા રાખવાની જરૂર નથી. જ્યાં doubt છે ત્યાં શ્રધા રાખવી પડે. આપડે ક્યારેય એમ નથી બોલતા કે આ મારા માતાપિતા છે તેવી મારી શ્રધા છે. શ્રધા તો ત્રાજવાને બેલેન્સ કરવામાટે મુકાતું વજન છે.કેટલાક સવાલો એવા હોય છે કે તેના જવાબો કે ખુલાશા સમતોલ નથી થતા, ત્યારે શ્રધા નામનો ધેખરો મૂકી ત્રાજવા ને સમતોલ કરવા પડે છે.
શ્રધાના નામ પર એક સમાંતર દુનિયા ચાલે છે.
શ્રધા કેટલાય ને જીવાડી રાખે છે.
શ્રધા કેટલાયને મરતા અટકાવે છે.
શ્રધાએ કેટલાય દુખી લોકોને નાશીપાસ થતા અટકાવ્યા છે.
એક શ્રધા ના કારણે માં-બાપ લંપટ બની રહેલા દીકરાને જીવદયા રાખે છે..
અને તેને કારણેજ પતિ અને પત્ની પોતાની સ્વતંત્રતાને દાવ પર લગાવી, બાળકના આગમન ની તૈયારી કરે છે.
આ શ્રધ્ધા ને કારણેજ કેટલાય, લંપટ બાવાઓ લીલા કરી જાય
બસ આ શ્રધ્ધા શું ના કરાવે,
કલ્પના ચાવલા ના મોત પછી નાશા પણ તેના space શટલ પર લીંબુ ને મરચા લટકાવતું થયી જાય...
____________________________________________________________
Story 1:
____________________________________________________________
Story 1:
એક વખત ....મંદિરના પુજારીએ ગામમાં આ વરશે પણ દુષ્કાળ ના પડે અને વરસાદ આવે એટલા માટે આખા ગામને મંદિરે એકસાથે પૂજા માટે બોલાવ્યા. બધા, પૂજાની થાળી સાથે આવી ગયા, પુજારી પૂજા ચાલુ કરતા નહિ.. ત્યાજ, બસ એક નાનો બાબો છત્રી લઈને આવ્યો, ને પુજારી એ કહ્યું હવે પ્રભુ આપણી પૂજા સ્વીકારશે..
____________________________________________________________
Story 2:
એક વખત...જહાજ મધદરિયે હતું ને તોફાન આવ્યું.. જહાજ ડૂબવા માંડે તેવું થયું. બધા પોત પોતાના ઈષ્ટદેવને વંદવા લાગ્યા..
જીસસે વંદના સાંભળી ને કેટલાયને પાર ઉતાર્યા,
અલ્લાહ પણ પોતાના વચન નિભાવી ગયા,
પણ ચિંતા હિંદુ ને થવા લાગી ૩૩ કરોડ દેવી દેવતા ..એક ને બોલાવે તો બીજા ને ખોટું લાગે. કરવું શું ?
જહાજ તો ડૂબવા જેવું થયી ગયું'તું. ત્યાંજ બધી પુજોમાં શિરમોર ગણપતિ યાદ આવી ગયા.. સ્તુતિ ચાલુ થયી ગયી ...
અને ત્યાજ ગણેશજી હાજર.. અને કરવા લાગ્યા નૃત્ય.. તેમના ધમપછાડા થી જહાજ વધુ ડૂબવા લાગ્યું..
ભક્તે કહ્યું ...ગણેશજી ..બચાવો .
ગણેશજી કહે ...બેટમજી.. ચતુર્થી એ હું ડૂબતો હતો ને તમે નાચતા હતા કેકેકેમ ... ????
નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો
Friday, July 2, 2010
ટાંકી અને કચરો
ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક.
જમવામાં ધ્યાન રાખને સંડાસની ચિંતા કેમ કરે છે? તે જે ભર્યું છે તેનો જ બનેલો કચરો છે. કોઈ આવીને તારા પેટમાં ઠાંસી નથી ગયું.
આ જે કઈ પણ બને છે તારી જોડે, તે બધાના ટેન્ડર તે જ ભરેલા છે અને હવે તેજ તારીખ આવતા ખુલે છે. હવે તને તે પોસાય કે નાપોસાય કુદરત શું કરે?
પૃથ્વીની રચના કેવી રીતે થયી?, કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણીને તારે શું કરવું છે, તારી રચના કેવી રીતે થયી,કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણને!
DADA:
અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય.
આપણી સંસ્કૃતિમાં જેટલી વાર્તા બનાવવામાં આવી છે તે બધી વાર્તાઓમાં છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું આવે છે. ત્યાજ મોટો ભ્રમ રચાયો હતો. અને આખી એક સંસ્કૃતિ ઉપર એવો પાવડર છાંટવામાં આવ્યો છે કે સુખ ના દિવસો એક વાર આવ્યા પછી જતા નથી. આજે હું તમને કહું છું, આ વાત પણ આરસ ની તકતી પર લખી રાખજો કે અનિષ્ઠ તત્વો ક્યારેય પોતાની હાર ને ફાઈનલ નથી ગણતા, પણ તમે જીતને ફાઈનલ સમજો છો તે તમારી ભૂલ છે.
કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે ધ્યાન કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ ધ્યાન કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ?
જમવામાં ધ્યાન રાખને સંડાસની ચિંતા કેમ કરે છે? તે જે ભર્યું છે તેનો જ બનેલો કચરો છે. કોઈ આવીને તારા પેટમાં ઠાંસી નથી ગયું.
આ જે કઈ પણ બને છે તારી જોડે, તે બધાના ટેન્ડર તે જ ભરેલા છે અને હવે તેજ તારીખ આવતા ખુલે છે. હવે તને તે પોસાય કે નાપોસાય કુદરત શું કરે?
પૃથ્વીની રચના કેવી રીતે થયી?, કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણીને તારે શું કરવું છે, તારી રચના કેવી રીતે થયી,કેમ થયી ? કોને કરી ? કેમ કરી? તે જાણને!
DADA:
અહી કોઈ કૃષ્ણની રાહ જોઇને બેઠું છે, કોઈ આવતી ચોવીશીની રાહ જોઈ બેઠું છે કોઈને ઈન્તેજાર છે, વિષ્ણુના કલ્કી અવતારનો, મને એમ કહે કે તને આ બધા આવવાના છે તેવું કોને ઠસાવી દીધું છે. અરે તું જેનો અવતાર લઈને આવ્યો છું તેતો બકી માર. આ શાસ્ત્રોને છોડ અને તારું પોતાનું ભેજું જેવું દોડે તેવું દોડાય.
આપણી સંસ્કૃતિમાં જેટલી વાર્તા બનાવવામાં આવી છે તે બધી વાર્તાઓમાં છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું આવે છે. ત્યાજ મોટો ભ્રમ રચાયો હતો. અને આખી એક સંસ્કૃતિ ઉપર એવો પાવડર છાંટવામાં આવ્યો છે કે સુખ ના દિવસો એક વાર આવ્યા પછી જતા નથી. આજે હું તમને કહું છું, આ વાત પણ આરસ ની તકતી પર લખી રાખજો કે અનિષ્ઠ તત્વો ક્યારેય પોતાની હાર ને ફાઈનલ નથી ગણતા, પણ તમે જીતને ફાઈનલ સમજો છો તે તમારી ભૂલ છે.
કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે ધ્યાન કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ ધ્યાન કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ?
સ્કૂલ માં જે તોફાની છોકરો હોય તેને મોનીટર બનાવી દેવામાં આવે છે. તેના બે ફાયદા છે, તે શિક્ષકો ને પરેશાન નથી કરતો અને બીજા બચ્ચા લોક કાંતો ઓટોમેટીક કાબુ માં રહે છે અથવા બધા બચ્ચાલોક્જ ભેગા મળીને (એક સામે અનેકની જેમ) તેને કાબુમાં લાવી દે છે.રાજકારણમાં ઘુસવા માટે આવા મોનીટરો ની જરૂર પડે છે. જોજો હવે MUNICIPALITY ની ચુંટણીઓ આવવાની છે. આ બધા મોનીટરો નું શું થાય છે તે દેખવાની મજા આવશે.
NOVEL:
NOVEL:
નાનકડો ભગવાન બનવાનો અનુભવ,
બચપણ ના ચિત્રોને ,
બચપણ ના ચિત્રોને ,
ચિતારડા કહ્યા,
બચપણ ની કવિતાઓને
જોડકણા કહ્યા,
કાગળમાંથી બનાવી નાવ,
તે પહેલું સર્જન,
ગાયના પોદ્ડાને,
મિક્ષ કરી વાલ જોડે
જમીન માં દાટ્યું,
પછી બે બે કલાકે "શું થયું " ની ઇન્તેઝારી
ત્રીજા દિવસે અંકુરિત થયી
બહાર આવેલી ડાળી
અને,
ભગવાન બનવાનો નાનકડો અનુભવ,
માચીસ ના ખોખાને ફાડીને
ભેગી કરેલી છાપો,
અને તેની વેલ્યુ કરવાની અનોખી રીતો,
તે વેપારી બનવાનો પહેલો અનુભવ...
નાના ઢીંગલા ને,
ઢીંગલીઓ ને પરણાવી
મુઠ્ઠી ઓ વાળીને ને શાક ખરીદ્યું
અને મુઠ્ઠી વાળીને દીધાતા પૈસા ...
અને સંસારનો લીધોતો પહેલો અનુભવ
દરિયાની રેતમાં બનાવ્યા'તા મહેલો
અને ચારેય બાજુ દોરી તી નદીઓ,
નાના પણ રાજા, બનવાનો એ પહેલો અનુભવ...
પછી સાંજે ઘેર જતા પહેલા..
કેમ,પોતાનાજ પગે,
તે ખુંદી નાખ્યા'તા મહેલો ને ?
એતો શેતાન બનવાનોય પહેલો અનુભવ..
કે વારશાઈ જેવું કઈક હોવાનો બિનઅનુભવ..
Thursday, July 1, 2010
Spiritual
જ્ઞાન પહેલા ,
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ
વસંતની સુગંધમાં ને વરસાદ ની રીમઝીમ માં,
પ્રેમસુન્ય શુષ્ક હોઠપર પલળે છે તારી યાદ.
ઝાંઝરની છાન્કારમાં ને ખડખડાટ હાસ્યમાં,
અવાજ્સુન્ય કાનપર લટકે છે તારી યાદ.
ફૂલગુલાબી બાગ માં ને નીલગીરીની કોતરોમાં
સુગન્ધસુન્ય નાક્પર મટકે છે તારી યાદ
સંધ્યાની મસ્તીમાં કે મેઘધનુષ ની હસ્તીમાં
દ્રસ્તીસુન્ય આંખપર ચમકે છે તારી યાદ.
જ્ઞાન પછી,
જ્ઞાનના એકજ સપાટે ખરી પડ્યો ભૂતકાળ
હવે દિલના ખાલી ખૂણામાય ખટકે છે તારી યાદ
સામાયિકની ક્ષણોમાં ને પ્રતિક્રમણ ના આક્રમણમાં
ક્યારેક પળવાર માટેય ચટકે છે તારી યાદ.
પુરુષાર્થ થયો મોક્ષનો, ને ફાઈલોના નિકાલમાં
બેસહારા થઈ, રડે ને ,ખસકે છે તારી યાદ
ધોઈ નીચોવી ભૂતને દુર કર્યું છે પુદગલથી
હવે તાર ઉપર નિરાંતે લટકે છે તારી યાદ
Subscribe to:
Posts (Atom)