Monday, November 25, 2013

C.A.Sadhna Part 3

સી.એ. શાધના પાર્ટ ૩ 
-----------------------
લોકો દિવાળીમાં એકબીજાના ઘેર જતા અને ફેસ્ટીવલનો આનદ લેતા ત્યારે હું રાતના ઉજાગરા કરીને પરીક્ષાની તૈયારીઓ કરતો.ધન્તેરાશથી શરુ થયેલી પરીક્ષા લાભ-પાંચમ પછી પૂરી થાય તેવા માહોલમાં, મનની મજબૂતાઈની એ કશોટી હતી. પણ એ બીજા પ્રયત્નનો મને ખુબ સારો લાભ થયો. ખરેખર તો, એ કુદરતે મારેલી તમતમાવી નાખતી થપ્પડ હતી. પ્રથમ પ્રયત્ન સુધી, હું, ખરેખર તો "સમથીંગમાં" રહેતો હતો, એ ફેઈલ થયો ત્યાં સુધી તો સમજાયું જ નહોતું. પણ વ્યવ્સ્થીતની એ થપ્પડથી, મારા ગણિતના અનેક પ્રમેયો બદલાઈ ગયા. લાઈફ ના આવા બમ્પ વખતે ગાડીનું સ્ટીયરીંગ કેવી રીતે સંભાળવું તેની સીખ મળી ગયેલી.ત્યાર બાદ, હું, રીઝલ્ટ ગમે તે આવે, તે બાબતે બેફીકર થયી ગયેલો. એક પ્રકારની જાડી ચામડીનો થયી ગયેલો. સૌ પ્રથમ વાર હું મારી લઘુતા માંથી બહાર આવી રહેલો. આર્ટીકલશીપ તો પૂરી થવાની જ હતી. થોડાક, દોઢેક મહિનાનું એક્ષ્ટેન્શન આવેલું હતું. હવે હું મારી ,પછીની જિંદગી વિશે વિચારતો હતો. મમ્મીને કામકાજ કરવાનું છોડાવી દીધેલું. ટ્યુશન વધારે લેવાના ચાલુ કર્યા. મોપેડ સાથે હતું. એટલે સમયને પહોંચી વળતો હતો. આર્ટીકલશીપ માં સૌથી સીનીયર થયી ગયા હોવાના કારણે સમયનું એડજસ્ટમેંત કરતા સીખી ગયેલો. 

રીઝલ્ટ આવતા પહેલા, નેગેતીવ્સ માટે, પુરતી તૈયારી કરી ચુકેલો. મને અંદરથી એટલી તો ખબર પડી જ ગયેલી કે, મેં બીજા પ્રયત્નમાં , જે મહેનત કરી છે, ત્યાર બાદ કશુજ નવું કરવાનું બાકી રહેતું નથી. અને ત્યારે ૧૩મી જાન્યુઆરીએ સવારે ઓફિસમાં,ઉપર જાઉં તે પહેલા જ ધીરેનની નીચે મળ્યો અને કહ્યું કે અરે ...રીઝલ્ટ ડીકલેર થયી ગયું છે.એ વખતે પરીક્ષા કેન્દ્ર પ્રમાણે, જે તે કેન્દ્ર માં જે હેડ હોય તે સી.એ.ના ત્યાં ફેક્ષ થી રીઝલ્ટ આવતું. અને પાસ થયેલા વિદ્યાર્થીઓના નંબર ઇકોનોમિકસ ટાઈમ્સ માં બીજા દિવશે આવતા અને માર્કશીટ એક બે અઠવાડિયા પર આવતી.મેં તરત જ મોપેડ પર,ધીરેનને લઈને, મુ.શ્રી અશ્વિનભાઈની ઓફીસ તરફ ભગાવી. મનમાં નવકાર ગણતો ને આ ને તે જે યાદ આવે, તેમને, વંદન કરતો પહોંચી ગયો. લીફ્ટ આગળ ઉભા રહ્યીને શું કરવું તે પણ સૂઝતું નહિ. અમે ઉપર ગયા, હજી ઓફિસમાં કોઈ આવેલું નહિ... ફક્ત એમના પ્યુન બેઠા હતા. અમે પુચ્ચ્યું કે રીઝલ્ટ આવ્યું છે ? એમને એક ટેબલ પર પડેલો નાનકડો ફેક્ષ મેસેજ બતાવી કહ્યું એ રહ્યું. ફેક્શની સાઈઝ જોતા ફાળ પડી. માંડ ૮ થી ૧૦ નામ લખી સકાય એટલો નાનો ફેક્ષ હતો. મનમાં ડાઉટ થયો કે ફાઉન્દેષણનું કદાચ તેઓ માનતા હશે. એટલે ધીરેનએ પુચ્ચ્યું કે ફાઈનલનું ક્યાં છે? એમને કહ્યું એ બંને ભેગું છે... માર્યા ઠાર....

એ નાનકડા લીસ્ટ માં પહેલા ફાઉન્દેષણમાં પાસ થયેલાઓના નંબર હતા અને નીચે ફાઈનલમાં પાસ થયેલા ઓના નામ અને ગ્રુપ લખેલા. માંડ ૬ જણ અને તેમાં બંને ગ્રુપમાં પાસ થનાર તરીકે એક જ. ,મારા નામની સામે લખેલું બંને ગ્રુપ. વિશ્વાસ નહોતો આવતો. બાજુમાં પડેલી ફૂટપટ્ટીથી ચેક કર્યું કે "બોથ" મારા નામની સામે જ છે કે ઉપર કે નીચે... ? બંને જણા ભેટી પડ્યા. મારી આંખમાં ત્યારે આંસુ નીકળી શક્યા નહિ. મારતે ઘોડે (મોપેડે) ઓફિસે પહોંચ્યા .... અમારા ચહેરા જોઇને જ લોકો સમજી ગયા. હું તરત રજા લઈને ઘેર ગયો. મમ્મીને સમાચાર આપ્યા... કે હું સી.એ. થયી ગયો. મમ્મી રડી પડી. એણે સિલાઈ મશીન તરફ ફરીને હાથ જોડ્યા. હું પેંડા લેવા નીકળી પડ્યો. પાછો આવ્યો ત્યારે, મમ્મીએ બારણે જ ઉભો રાખીને નજર ઉતારી. 

એક વખત એસ.એસ.સી.ની પ્રિલીમમાં ચાર ચાર વિષયમાં ફેઈલ થતો, વિપુલ આજે આખા કેન્દ્રમાં,બંને ગ્રુપમાં એકલો પાસ થયેલો. બીજા દિવશે ઉત્તરાયણ ભરપુર માણી. મમ્મીએ પહેલી વાર કહ્યું કે ૨૬મી જાન્યુઆરીએ બધાને મોઢું મીઠું કરાવીએ. મમ્મી કુટુંબમાં બધાને, પંદર વર્ષ પછી એક સાથે મોઢું બતાવવા માંગતી હતી. પપ્પાનું મૃત્યુ થયે ૧૪-૧૫ વર્ષ વીતી ગયેલા. એ પંદર વર્ષ,મમ્મીએ, કુટુંબથી જાણે ખૂણો પાડેલો. પાર્ટીની વ્યવસ્થા સમીર અને ધીરેને ઉપાડેલી. ૨૭મિ તારીખે હું ઓફિસેથી પાછો ઘેર આવ્યો ત્યારે ઘેર માર્કશીટ આવેલી અને સાથે એક લેટર કે જે વાંચતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગયેલી. હું સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબરે આવેલો અને આખા ભારતમાં ૪૩મો રેન્ક મળેલો. સાથે જ હિન્દુસ્તાન લીવર, કોલગેટ, એર ઇન્ડિયા વગેરેના ઈન્ટરવ્યું કોલ પણ બીજા પરબીડિયાઓમાં રાહ જોતા હતા. મમ્મીને આ બધું નવાઈ જેવું લાગતું. શું થયી રહ્યું છે તે તેની સમજની બહાર હતું. પણ એટલું જાણતી હતી કે જે કઈ પણ થયી રહ્યું છે તે આનદની વાત છે.

રેન્કના લેટર મારા હાથમાં લઈને હું ક્યાય સુધી ઉભો રહ્યી ગયેલો. જિંદગીની એ રમતમાં "લેબર પેઈન" એટલે શું અને એ પેઈન પછી હાથમાં રમતું બાળક,એ કેવી આનદની ક્ષણો છે, તે મેં જાણી લીધી. એક સાથે એ "બાળક"ને જન્મ આપવામાં સહાયભૂત તમામ નીમીતોને આજે પ્રણામ કરું છું. 

થેંક્યું જિંદગી....

No comments: