Monday, November 25, 2013

Chartered-e-Engineer Part 7

ચાર્ટર્ડ -એ-એન્જીનીયર પાર્ટ 7 
---------------------------------
કાર ધીમે ધીમે જી રહ્યી હતી.બ્રાંચ મેનેજરે પુચ્છ્યું "કૈસે હો ?" 
હું "અબ ક્યાં ઠીક કહું" એમ કહેવા જતો હતો, ત્યાં જ આગળ બેઠેલા એમના ક્લાયન્ટ કહ્યું : "ક્યાં કૈસે હો વૈસે હો?, સીધી બાત કરો , બોલીએ કિતને પૈસે બેંક મેં પડે હૈ?" 
હું પરિસ્થિતિ પામી ગયો. ચાલાકી કરવાનો સમય નહોતો. મેં ધીરે ધીરે મો ખોલ્યું : "કરીબન ૩ કરોડ પડે હૈ? " 
"ઐસે કૈસે હો સકતા હૈ ? યહ તો બોલ રહે થે ૭-૮ કરોડ હૈ? આપ ક્યાં છુપા રહે હૈ હમશે ? " 
"વોહ તો ફિક્સ્ડ ડીપોસીટ મેં હૈ" લેકિન કઈ જગા પર ઓવર-ડ્રાફ્ટ ચલતા હૈ."
"નેટ કિતના હોંગા" 
"કરીબન ઉસમેં સે ૫ કરોડ તો નીકલ આયેગા" હું પરશેવે રેબ્ઝ્બ થયી રહ્યો હતો.
મને અંદાજ આવી ગયો કે તે એ બ્રાન્ચનો મોટો કપડાનો વેપારી હતો. અને અમારી એ બ્રાંચમાં એના બિઝનેસનો મોટો ફાળો હતો. અમારી કાર,શાહીબાગ અન્ડરબ્રીજ થી ડાબી બાજુ માધુપુરા માર્કેટ જવાને બદલે ,તે સીધી એરપોર્ટ તરફ જવા લાગી. મારા મોતિયા મરી ગયા. 

કાર બ્રીજ ઉપર આવી ત્યાં જ હોસ્પિટલ પાસે થી પસાર થતા જ, મારી નજર અમારા ચેરમેન ની એન.ઈ. ૧૧૮ ગાડીને, અમારી ગાડીને ફાસ્ટ, ઓવર ટેક કરીને જતી જોઈ. તે આગળ જઈને ઉભી રહ્યી. અમારા ડ્રાઈવર એમાંથી નીકળીને, અમારી કારના રસ્તા પર ઉભો રહ્યી ગયા. હાથ કરીને અમારી કારને ઉભી રખાવી. કાર ઉભી રહેતા જ , દરવાજો ખોલીને મને બહાર ખેંચી કાઢ્યો. મને કશુજ ખબર નહોતી પડતી. પણ તરત બહાર નીકળી ગયો. થોડીક ખેંચાખેચ માં મારું કાનનું મશીન નીચે પડી ગયું. પેલા બ્રાંચ મેનેજર અને ડ્રાઈવર વચ્ચે થોડીક બોલા બોલી થયી. મેં મશીન, રસ્તા પરથી ઉઠાવીને પહેરી લીધું. મશીન ચાલતું હતું. મને ડ્રાઈવરે સીધો ગાડીમાં બેસાડી દીધો. બ્રાંચ મેનેજરની કાર આગળ જતી રહ્યી. 

ડ્રાઈવરે અંદર બેસતા જ મને ફાયરીંગ કર્યું. 
"આપ સમજતે કયું નહિ? આપ ચાહતે ક્યાં હો?" 
મને કઈ ખબર પડી નહિ. મેં ચહેરા પર સવાલ ઉપ્શાવ્યો. 
એમણે સેલ મારતા, સ્ટીયરીંગ પર હાથ પછાડતા કહ્યું." આપકો કિતની બાર કહા? આપ કઈ ચલે જાઓ. આપકી જાન કો ખતરા હૈ. આપકી વજહ સે હમ મજબુર હો જાતે હૈ." 
હું કશું બોલ્યો નહિ. એમના શબ્દોના સમીકરણો ઉકેલવાનો યત્ન કરતો રહ્યો. કાર ફરીથી, હોસ્પિટલ તરફ લઇ ગયા. મેનેજર બહાર જ ઉભા હતા. બહાર નીકળતા જ ડ્રાઈવર ને અને મને પૂછ્યું કુછ "કિયા તો નહીને?" હું સમજી ગયો. હું રીતસર એમને ભેટીને રડી પડ્યો. પેલો કીટલી વાળો પાણી નો ગ્લાસ આપી ગયો. 

મેં પાણી પીધું. અને રડતા જ બોલ્યો મેં "કહી નહિ જાઉંગા. જબ તક, કમ્પનીમે સબ ઠીક નહિ હો જાતા, મેં કહી નહિ જાને વાલા." 
" બકવાસ મત કરો. હકીકત સુન...લો... " મારો ખભો હચમચાવી ને એમને મને કહ્યું.
"ક્યાં સુનું ? મેં સબ ઢુંડ નીકળું ગા." 
"લેકિન પૈસા હોગા તબ ના ?" 
હવે રડવાનો નહિ અવાક બનવાનો વારો આવ્યો. 
"કયું કલ તો ઠીક સે પેસા થા. સભી બેન્ક્મે..."
"લેકિન, આજ નહિ રહે " 
"કયું.. કળતો સ્ટોપ પેમેન્ટ કરવા દિયા થા" 
"અરે , આપ કો બહાર કા કુછ પતા નહિ હૈ. હમારે કઈ બ્રાંચ મેનેજર ઓર બેંક મેનેજર, મિલ ગયે હૈ. ઉન લોગોને આપને જો ફેક્ષ ભેજા થા વો સાઈન કિયા હુઆ નહિ હૈ એઈસા કહેકર સ્ટોપ પેમેન્ટ કરને સે ઇનકાર કર દિયા હૈ. સબ ફિક્સ્ડ ડીપોસીટ કા પુરા, ઓવર-ડ્રાફ્ટ બેલેન્સ પે હો ગયા હૈ. આપ ફાઈનાન્સ ડીરેક્ટર હો. સબ લોગ આપ કે પર કેશ કરના ચાહતે હૈ. આપ હમારે ઈશારા સમજતે કયું નહિ? "
હું ઠંડો પડી ગયો. શું બોલવું સમજ પડતી નહોતી. મેં સરન્ડર કરી દીધું. અને પુચ્ચ્યું "તો અબ મેં ક્યાં કરું?"
"આપ પિછલી ડેટમેં, ડીરેક્ટર પોસ્ટસે, ઇસ્તીફા દે દો. જબ તક એ મામલા ઠંડા ના હો જાવે તબ તક ફાયનાન્સ મેનેજર કી તરહ સે આપ હંમે હેલ્પ કરો. " 

ચેરેમેનના મૃત્યુ પછી થોડાક કલાકમાં જ મેનેજરે, કંપનીનો ચાર્જ સંભાળી લીધો. ચેરમેન ના દીકરાઓ નાના હતા. એમના સગા જે હતા એમણે, મેનેજરને ચાર્જ લઇ લેવા સમજાવી દીધેલા. હું સમજી ગયેલો કે અત્યારે કંપનીણે સાંભળી લેવી તે સળગતા અંગારા પર ચાલવા સમાન છે.બીજા દિવસે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી આર.ઓ.સી. માં સબમિટ કરાવવાનું ફોર્મ આવી ગયું. મેં સહી કરી દીધી. એ બધું એક ફોર્માલીટી હતી. તે પૂરી કરી. એજ દિવસે ફોર્મ સબમિટ થયી ગયું. હું હવે ઓફિસીયલી, રજા ઉપર ઉતર્યો ત્યારે, ડીરેક્ટર તરીકે રાજીનામાં આપ્યા પછી ઉતરેલો એવો લીગલ ડોક્યુમેન્ટ થયી ગયો હતો. હું હવે પછી થનારા તમામ કેશો માંથી મુક્ત થવાનો હતો. 

બે ત્રણ દિવસ પછી ઓફીસ ચાલુ થયી. એ દરમ્યાન ઠેક ઠેકાણે થી કંપની પર કેશ થયી ગયેલા. અમારો સૌ પ્રથમ ગોલ હતો. કોણે કોણે પૈસા સગેવગે કરી નાખ્યા હતા? તેમને શોધવાનો. અમદાવાદમાં પણ કેટલાક કેશો થયી ગયેલા. ક્રેડીટર બધા ભેગા થઈને મીટીંગ કરતા. અમે એમને સમજાવતા. એક પ્લાન તૈયાર કરી નાખ્યો. કંપની હકીકતમાં નાદાર તો થયીજ ગયી હતી. પણ અમે લોકોને બને એટલા પૈસા પાછા આપવા માંગતા હતા.મેનેજર અને હું , તથા એમના સગાઓ,ચેરમેનના ગયા પછી પણ એમની પ્રતિષ્ઠાને આંચ નહિ આવવા દેવાના મૂડમાં હતા. એમના સગાઓ હકીકતમાં એ જાણવા માંગતા હતા કે આખરે દગાખોર કોણ હતું? મોટા ભાગના બ્રાંચ મેનેજર , નજીકના સગા સબંધીઓ અથવા એમના સગાઓ જ હતા. એ પીઠ પાછળ થયેલો ઘા હતો. મેનેજર અને બે વિશ્વાસુ ક્રેડીટર તથા બે સગા ની એક કમિટી થયી.એ કમિટીએ બધા જ બ્રાંચ મેનેજર ને તેમના ડોક્યુમેન્ટ તથા કોમ્પ્યુટર લઈને અમદાવાદ આવી જવાની સુચના આપી દીધી.મેં ફ્રોડ શોધવાના બધા પ્લાન કરી નાખ્યા. રમેશભાઈ અને હું એ પ્લાન પ્રમાણે પ્રોગ્રામ બનાવવા લાગ્યા. અમે એક બ્રાન્ચમાં નાખેલા ડેટા ઓતીમેતીકલી બીજી બ્રાન્ચના કોમ્પ્યુટર સાથે મેચ કરીને ફ્રોડ પકડી સકાય તેવો સોફ્ટવેર બનાવી દીધો. ૨૩ કોમ્પ્યુટરનું એક નેટવર્ક બનાવ્યું.અમે ડેટા-એન્ટ્રી સ્ટાફ અપોઈન્ત કર્યો. દરરરોજ સવાર થી સાંજ એમાં રેકર્ડ પરથી ના નખાયેલી એન્ટ્રીઓ કરાવતા. અને સાંજે ચેક કરતા કે શું મિસમેચ થાય છે. રોજ નવું નવું નીકળતું. કેટલાક ફ્રોડ સામે આવ્યા. તેમની પાસેથી પૈસા વસુલ કરવામાં આવ્યા. પહેલા ૩૦ પૈસાનું દીવીદંડ અપાયું પછી ફરીથી ૨૫ પૈસાનું દીવીદંડ આપ્યું. અમારો સ્ટાફ ધીરે ધીરે રાજીનામુઓ ધરવા લાગેલો. કારણકે આ ડૂબતું જહાજ હતું. છેલ્લે અમે ચાર જણા જ રહ્યા. એક દિવસ બપોરે મેનેજર (કે જે હવે અનોફીશીયલી ચેરમેન હતા. ) અને કમિટીના મેમ્બરની મીટીંગ માં મને અને રમેશભાઈ ને બોલાવ્યા. એમણે શરૂઆતમાં અમારો આભાર માન્યો. અમારા વખાણ કર્યા. પછી ધીમા અવ્વાજે કહ્યું કે "દેખિયે અભી હમ ચાહતે હૈ કી આપકો હમ બાંધ કર ના રખે. આપ કો પતા હૈ કી અબ કમ્પનીમે કુછ નહિ હો શકતા. આપ અપની નયી રાહ ચુન શકતે હો." 

અમને જોકે આ વાત આજે કે કાલે થશે તેની જાણ તો હતી જ. પણ હવે એ ઘડી આવી ગયેલી. અમે ઘેવર ટાવરમાંથી જેવા બહાર આવ્યા. આંખમાં પાણી આવી ગયા. મેં આકાશ સામે જોયું. અમે ફરીથી ઓફીસ માં આવ્યા. હું ક્યાય સુધી ખાલ્લી ઓફીસણે જોઈ રહ્યો. એ ફર્નીચર બનાવતી વખતે હું ત્યાં હાજર હતો. એ ડીઝાઈન મેં સિલેક્ટ કરેલી. ચેર પસંદ કરતી વખતે ચેરમેન જોડે મજાક મસ્તી કરેલી તે યાદ આવ્યું. હું અમારા ટોપ ફ્લોર પરના કંટ્રોલ રૂમ માં ગયો. કોમ્પ્યુટર સર્વર પર હાથ ફેરવ્યો. હું લાગણી વશ થયી ગયો. મોટે થી પોક મુકાઈ ગયી. રમેશભાઈ પણ ઉપર આવ્યા, મને રડતા જોઈ એ પણ રડી પડ્યા. મેં ફેક્ષ મશીન પર હાથ ફેરવ્યો ....મોડેમ પર હાથ ફેરવ્યો. એ તમામનો મુક આભાર માન્યો. જે કી બોર્ડ પર ધૂળ જમા થયેલી પણ, મારા ન્યુમેરિક પાસવર્ડ ની છાપ સ્પષ્ટ જણાતી હતી. હું કી-બોર્ડ ને ભેટી પડ્યો. રમેશભાઈ પાણી લઈને આવ્યા. હું શાંત પડ્યો. ભારે હૈયે અમે અમારી થોડીક પર્શનલ વસ્તુઓ બેગમાં ભરી. કંપનીના પેપર વેઇટ પણ સંભારણા તરીકે લઇ લીધા. કંપનીમાં અમે જૂતા બહાર કાઢતા. પણ અંદર અલગ સ્લીપર પહેરીને ફરતા. એ સ્લીપર, કેબીનના દરવાજા પાસે કાઢી.ફરીથી ગળામાં ડચુરો ભરાઈ આવ્યો. અમે નીચે ઉતારવા લાગ્યા. મેનેજર સામે થી ઉપર આવતા હતા. એ પણ ગળગળા થયી ગયા. સજ્જડ હાથ મિલાવ્યો. ભેટી પડ્યા. હું ફરીથી લાગણીણે રોકી સક્યો નહિ. છુટા પડ્યા. રમેશભાઈ પણ ભેટી પડ્યા. છુટા પડ્યા. મેનેજરે ખીસા માંથી બે ચેક કાઢ્યા. અમે છેલ્લા બે મહિનાની સેલેરી લીધી નહોતી. એ અમારી સેલેરી કરતા મોટી રકમ હતી. અમે ચેક પાછો આપી દીધો. એમણે મજાકના સૂરમાં કહ્યું રાખ લો. યહ સ્ટોપ પેમેન્ટ નહિ હોગા. હું હસી સક્યો નહિ. 

હું ઘેર બપોરે જ ઘેર આવ્યો. મારી આંખ રડવા માંગતી હતી. પણ .... છેવટે મમ્મીએ પૂછ્યું ... બધું થાળે પડી જશે. જે થાય છે તે સારા માટે જ થતું હશે.હું ગુસ્સામાં આવી ગયો ..."તંબુરો સારું થશે...". પણ, બોલી ના સક્યો... મને રમેશભાઈના નીચે ઉતર્યા બાદ બોલાયેલા શબ્દો યાદ આવ્યા. " હવે, ઓરેકલ ના એક ક્લાસ જોઈન કરી દઈએ" ...

મને ખાતરી થયી ગયી કે દરેક વાર્તાનો એન્ડ ખાધું-પીધું-ને રાજ કર્યું નથી હોતા. મનમાં જોકે એવો પણ વિચાર આવ્યો કે પછી એવું તો નહિ હોય ને કે, 

""ખાધું પીધું ને રાજ કર્યું" ના આવે ત્યાં સુધી કોઈ વાર્તા પૂરી જ નથી થતી." 

થેંક્યું જિંદગી.

No comments: