Monday, November 25, 2013

Charterd-e-Engineer Part 1

ચાર્ટર્ડ-એ-એન્જીનીયર પાર્ટ ૧ 
---------------------------------
ઘરમાં બધા શુમ-શામ બેઠા હતા. કાકા,કાકી,ભાઈઓ હું અને મમ્મી. ઘણી ચર્ચાઓ થયી. મમ્મીને મુંબઈથી ડર લાગતો. "મુંબઈમાં ઘણા વિચિત્ર લોકો રહે છે". "ઠેર ઠેર ખિસ્સા કાતરુઓ હોય", "ગમે તેના ખૂન કરીને ભાગી જાય તેવા લોકો રહે છે", અને "હું તો બહુ ભોળો છું.", "બધી જગ્યાએ છેતરાઈ જઈશ." એવી બધી દલીલો ચાલતી હતી. મુદ્દે મારે મુંબઈ, હિન્દુસ્તાન લીવર જોઈન કરવી કે નહિ ? તેની વાતો ચાલતી હતી. મમ્મીને માટે હજી હું એક અણસમજુ બાળક જ હતો. તેની મમતાએ એના આંખ પર પટ્ટી બાંધી રાખેલી. તે છેલ્લા ૧૪-૧૫ વર્ષથી (પપ્પા ના અવશાન બાદ) દુનિયાથી તદન અલિપ્ત થયી ગયેલી. એની મમતા, મને ગુમાવવા નહોતી માંગતી. તે લાગણીશીલ થયી ગયેલી. તેની ૧૫ વર્ષની શાધનાનું ફળ ચાખવાનો વારો આવ્યો હતો. મને ઓફર થયેલી એક પણ કંપની અમદાવાદની નહોતી. બધી મુંબઈની જ હતી. હું હિન્દુસ્તાન લીવર ના સ્વીકારું તો એર ઇન્ડિયા કે એસ.બી.આઈ. બધામાં પોસ્ટીંગ મુંબઈનું જ હતું. 

હું કાકાની સામે અને કાકી ની સામે, વિવશભરી નજરથી દેખતો હતો. કાકા પણ એક વખતે ગુસ્સે થયીને બોલી ગયા કે "ભાભી, તમે હવે એને ભીંડા ખરીદતા પણ નથી આવડતું એવા લવારા બંધ કરો." પણ, મમ્મી રડવા લાગી. બધાએ હથીયાર હેઠા મૂકી દીધા. મેં કંપનીઓ ને થેન્ક્સના લેટર લખી નાખ્યા. પછી શરુ કરી અમદાવાદ માં જોબની શોધ. હિન્દુસ્તાન લીવર , એર ઇન્ડિયા , એસ.બી.આઈ વગેરે ના જાજરમાન પોર્ત્ફોલીઓ જોયા બાદ,અહીના પોર્ત્ફોલીઓ મને ફિક્કા લાગવા લાગ્યા. 

ત્યાજ મારા એક વિદ્યાર્થીએ કહ્યું કે સર, તમારે કેવો પોર્ટ-ફોલીઓ જોઈએ છે? મેં કહ્યું "જો હું ફાયનાન્સ કે કોઈ ટેકનોલોજી રીલેટેડ પોર્ત્ફોલીઓ હોય અને આખી કંપની,મારી મરજી મુજબ સંભાળવા મળે તેવો પોર્ટ-ફોલીઓ હોય તો મજા આવી જાય." એણે કહ્યું સર એક કંપની છે જેને તમારા જેવી વ્યક્તિની જરૂર છે. પણ મને સંકોચ એ વાત નો છે કે તે મારવાડી છે.પૈસાની બાબતમાં થોડો તમારે કોમ્પ્રોમાઈઝ કરવું પડે. મેં કહ્યું કે અમદાવાદમાં રૂ. ૨,૫૦,૦૦૦નું પેકેજ મળે છે. તે ૧,૫૦,૦૦૦ તો આપશે કે નહિ? એણે કહ્યું સર હું વાત કરું. 

બીજા દિવસે એ ઘેર આવી ણે કહી ગયો કે સર, રામ-નવમીને રવિવારે તમે ઈન્ટરવ્યું માટે પહોંચી જજો. હું સવારે ૧૦ વાગે પહોંચી ગયો. ચેરમેન જમવા બેઠા હતા. મને કહ્યું કે "આપ ભી ખાના ખાનેકે લિયે બેઠ જાઓ". મેં કહ્યું "નો થેન્ક્સ". "અરે વિપુલભાઈ પુરા દીન ચલા જાયેગા, થોડા ખા લો. કભી મારવાડી ખાના ખાયા કી નહિ?" મેં કહ્યું "ના નહિ ખાયા" . "તો આ જાઓ થોડા ચખ લો". મેં મારવાડી દાલબાટી પર હાથ અજમાવ્યો.

જમ્યા બાદ અમે સોફા પર બેઠા. એમને ઈન્ટરવ્યું લેવાનો શરુ કર્યો. તે પેરા-બેન્કિંગ નો બીઝનેસ હતો. બેન્કિંગ ચેનલનો ઉપયોગ કરી, પોતાની પેરેલેલ બેંક ચલાવવાનો એ ધંધો હતો.અમારો ઈન્ટરવ્યું બે કલાક ચાલ્યો. એમને પુચ્છ્યું કે "આપ કબસે જોઈન કર શકતે હો? " મને ઘેર બેઠા રહેવું પોસાય તેવું નહોતું.એમના બિઝનેસમાં મને તક જણાઈ. મેં કહ્યું "આપ કહો તબ સે" . એમણે કહ્યું "અભી-સે". એમ કરીને એમને ડ્રાઈવરને ગાડી કાઢવાનું કહ્યું ને મને કહ્યું "ચલો નયી ઓફીસ ચલતે હે... વો પૂરી આપકો તૈયાર કરની હૈ". નવી ઓફીસ પર પહોંચ્યા પછી ત્યાં એમના એક સાળા જે સંભાળતા હતા તેમની જોડે ઓળખાણ કરાવી. મારી ઓળખાણ એમણે "ફાયનાન્સ ડાયરેક્ટર " તરીકે કરાવી.ને એમને કહી દીધું કે "હમારા પુરા કારોબાર આપ ઉનકો સોપ દો." ત્યાર બાદ, ત્રણ માળ ની આખી બિલ્ડીંગ ને કેવી રીતે રીનોવેટ કરવી ને શું કરવું ને, શું ના કરવું જેવી વાતે ચર્ચા કરી. ચા-પાણી કર્યા,નાસ્તો કર્યો. સાંજના પાંચ વાગી ગયા. ડ્રાઈવર ને કહ્યું "ઉન કા ઘર દેખ આઓ, કલ-સે સુબહ, ઉનકો લેને કે લિયે ચલા જાના. અભી છોડ કે વાપસ આઓ". મને કહ્યું "દેખો વિપુલભાઈ, આપભી હમારે ભાઈ જૈસે હો. અબ હમારે ડીરેક્ટર હો. મૈને આપકી તનખ્વા કે બારે મેં બાત નહિ કી. લેકિન જો દુંગા,આપકો નિરાશ નહિ કરુંગા." 

મેં આખો દિવસ, એમની સાથે દરેક બાબતે ચર્ચા કરી. એમના ચેક બાઉન્સ થતા કેવી રીતે બચાવી શકાય? કે કોઈ ખોટા ચેક કે ફ્રોડ વાળા ચેક ને કેવી રીતે પકડી શકાય? જેવી ધંધાકીય વાતોથી માંડીને, બાથરૂમનું બારણું અંદર સાઈડ ખોલવું કે બહાર ની સાઈડ જેવી ચર્ચાઓ કરી. હું પેકેજની બાબતે ચર્ચા કરવા કરતા , મારા પોર્ત્ફોલીઓ માં શું આવે છે, તેની તરફ જ ધ્યાન રાખતો. બીજા દિવશે એમને કહ્યું , વિપુલભાઈ આપકા ભાઈ ક્યાં કરતા હૈ? મેં કહ્યું અભી બી.કોમ. કિયા હૈ આગે એલ.એલ.બી કરેગા. એમણે તરત કહ્યું " ઉનકો ભી હમારી કમ્પનીમે લે આઓ. હમ ઉનકો ભી રખ લેંગે. ઓર કોઈ ભી હો, તો ઉનકો ભી લે શકતે હૈ, આપ અપની,એક ટીમ બના દો. અબ આપકો હી ચલાની હૈ. હમારા સ્તાફ્ફ અભી ૧૫ કા હૈ."

ઓફિસે પહેલા દિવસે મેનેજર જોડે ઓળખાણ કરાવી. પાંચેય બ્રાંચ મેનેજર જોડે ફોન પર વાત કરાવી. ત્યારે એસ.ટી.ડી. ફોન-લાઈન પર વાત કરવી હજી મને આવડતી નહોતી. ગભરાટમાં ફાસ્ટ વાતો થયી જતી. એમણે હશીને કહ્યું "વિપુલભાઈ,આરામ સે બાતે કરના. બીલ કી ચિંતા મત કરો અબ તો યહી હમારા બીઝનેસ હૈ". ત્યારે મારા ઘેર ફોન ની લાઈન નહોતી. એમણે સવારે જ ડ્રાઈવર ને ફોન લાઈન માટેનું ફોર્મ મંગાવી લીધેલું. મને કહ્યું "વિપુલભાઈ ભર દો , આપકે ઘર તો ફોન ચાહીએ હી". મેં ચુપચાપ ફોર્મ માં વિગતો ભરવા લાગી. 

થેંક્યું જિંદગી.

No comments: