Sunday, September 4, 2011

કણિકાઓ

મને ઘણી બાબતો નું આશ્ચર્ય થાય છે અને તે બધા માનું એક " હું ફોટા કેમ પાડું છું ? " તેનું છે. શું ફોટા પડવાથી એ ક્ષણો ને ફરીથી મહેશુશ કરી સકાય છે ? ના મને તો તે આભાસી લાગે છે. હું મારી જાતને જ છેતરતો હોઉં છું. કેટલીય વાર એ શાસ્વત સોંદર્ય ની આગળ ઉભા રહ્યી ને ફોટો પડાવતા મને શરમ આવે છે. કારણકે હું મારી જાતને તો જાણું જ છું ને કે હું કોણ છું ?
_____________
હે ધરતી પર ના સ્વર્ગ,
મને તારા સોંદર્ય ની શાસ્વતતા ની જાણ છે,
જયારે પણ તારી યાદ ખટકશે હું અહી દોડી આવીશ.
આ ફોટા ને વીડીઓ થી મારું મન નહિ ભરાય.
____________________
લોકો માટે હું શું કરું તો સારું ? બસ,લોકો ને મળવાનું/નડવાનું બંધ કરી દે.
____________________
બંને, નદી અને કેનાલ , પાણી જ વહાવે છે. નદી પોતાના રસ્તે વહે છે અને પોતાનો રસ્તો બનાવી વહે છે, કેનાલ ને કેદ થયી ને વહેવું પડે છે. મુક્તિ અને કેદ નો અનુભવ હું તમને કેવી રીતે કહું? જંગલનો પોપટ, પિંજરાના પોપટ કરતા,તેના ભોજન અર્થે જાતે મહેનત કરી લે છે પણ પીંજરાનો પોપટ જંગલના પોપટની સ્વતંત્રતા કેવી રીતે મહેસુસ કરે? 

________
લોકો ને તો અહી ને તહી બસ આશા ના કિરણો શોધવામાં રસ છે..
ને પછી તેની ઉપર ભાષણ આપવામાં.. ".. હવે..મને ..આશા નું એકેય કિરણ દેખાતું નથી" કે "... આમને જોઇને દુર એક આશાનું કિરણ ઉગતું હોય તેવું લાગે છે " વગેરે ..વગેરે .. હેહેહેહેહે ....તમે કેમ આશા ના કિરણો બીજા માં શોધો છો ...તમારામાં અંધકાર છે ? એવો ઝંડો લઈને ક્યા ફરવું છે ... આપડે તો આપણને દેખાય તેટલો પ્રકાશ મળે તોયે બહુ છે. જુઓ ભૈ.. તમારે ૫૦૦ કિલોમીટર દુર જવાનું હોય તો ત્યાં સુધીના પ્રકાશ ની કોઈ જરૂર નથી. ખાલી નાનું ફાનસ હોય અને ૩ મીટર દુર નું દેખાતું હોય તોયે તે ફાનસથી ૫૦૦ કિલોમીટર નો પ્રવાસ શક્ય છે. ૩ મીટર પછી બીજા ૩ મીટરનું દેખાશે

________
આ સપ્તાહનો સવાલ :રસ્તામાં ૧૦૦ની નોટ પડી છે, કોઈ જોનાર નથી, હવે શું કરશો?
જવાબ: હું વસ્તુપાળ તેજપાલ નથી કે કોઈનો દાટેલો ચરુ ઘેર લઇ આવું, ૧૦૦ ની નોટ ઉડી ને બીજે ના જાય તેમ તેની ઉપર, તે નોટ દેખાય તે રીતે, પથ્થર મૂકી દઈશ. કદાચ જેની છે તે શોધતો ત્યાં આવે તો ત્યાંથી આગળ જવાની જરૂર ના રહે. અને નોટ લખીશ....
"મારી જેમ કેટલાયે આ નોટ ને જોઈ છે પણ તેમની નહોતી એટલે આનું management તેમને નથી કર્યું. તમારી હોય તો સુખે થી લઇ જાવ અને આભાર કહેવાની જરૂર નથી. અથવા તમારી ના હોય અને તમને પારકા ના પૈસાના સંચાલન નો ધખારો ઉપડ્યો હોય તોય તમે લઇ જાવ. જે તમારો અહં સંતોષાય તે .."
તમારો Answer ?

__________
રોઈ નથી સક્યો,હું ક્યારેય કોઈની વાત પર
મારોજ કોઈ સ્વાર્થ મને રોવડાવી જાય છે

AB એ પણ એક વાર કહેલું કે...અસહાય, ની:શક્ત કે ફલાણા ને ધેકના લોકોને દેખીને મને શું થાય છે, કેવી લાગણી થાય છે તે મારી અતિ અંગત વાત છે. મેં ત્યાં જે જોયું, અને મેં જે કર્યું તેમાં મારે તેમને મદદ કરવાનો કોઈ ઈરાદો નહોતો. પણ તેમની તે પરિસ્થિતિ દેખીને મારી અંદર ખુબ પીડા થવા લાગેલી. અને મારી પીડાને ઓછી કરવી તેમારી પહેલી પ્રાથમિકતા છે. મેં તેમને કોઈ મદદ કરી નથી મેં તો મારી જાત્નેજ મદદ કરી છે.

__________
હમણાં હું કોટા જઈ આવ્યો, ત્યાં એક મંદિરની દીવાલ પર લોકો એ પોતાની માંગ લખી હતી. તેમાં એક લખી નોટ લખેલી હતી ...
"હે પ્રભુ,આ બધાના કામ પહેલા પતાવી આપ, પછી એમની રીસીપ્ટ લઈને મારી પાશે આવ,પછીતું થાકી ગયો હોઈશ ત્યારે એક રીસીપ્ટ ના બદલામાં એક લીંબુનો ગ્લાસ્સ સરબત બનાવી આપીશ તદ્દન મફતમાં.અને મારે તો શું જોઈએ, બીજું કઈ તારે જોઈતું હોય તો લખજે
...લી.
આ બધાય હરામખોરો નો બાપ.

__________
1. ધર્મમાં સવાલ નો જવાબ વિશ્વાસ હોય છે. આધ્યાત્મ માં સાબિતી આપવી પડે છે.
2. જેટલું ઊંધું ગુટ્યું, તેટલું સીધું કરવું પડશે ...મોક્ષ એ કઈ દલા તરવાડીની વાડી નથી કે આવા જાતે ચિતરડા પાડ્યા કરો ને મળે. પહેલા આ ગ્રંથીઓ અને ગાંઠ ને તોડો.
3. નટના ખેલ દેખવા આવતા હોય તેમ બધા આવે છે જે ધાર્મિક હોય છે તે અહી તાલી પાળી ને, જે જે કરી ને, જતો રહે છે. તલવાર ઉઠાવી ને સાબિતી માંગે તે ને મુમુક્ષુ કહેવાય, મુમુક્ષુ માટે તે જીવન મરણ નો સવાલ હોય છે, ધાર્મિક વ્યક્તિ માટે મનો:રંજન . કે બહુ બહુ તો ચિત:રંજનનો. અહી ધાર્મિક લોકો પોતાના સમય ને એડજસ્ટ કરીને અમને એપોઇન્ટમેન્ટ આપે છે. અને અહી બેસે ત્યારે ઘડિયાળના ફોટા પાડતા હોય છે 

____________
_________
મને ખબર છે તારા જેવા કેટલાક દિવેટિયા હોય છે .. ઘણી વખત હું એમને જે વાત કરું છું, દીવાશડી ચાપું છું ત્યારે ખબર જ હોય છે તારી પાછળ કયો અને કોનો બોમ્બ લગાડેલો છે અને તે ક્યા જઈને ફૂટશે. હુય પહેલા આવી કેટલાય લોકોની દિવેટો લઈને ફરતો હતો. 
___________
1. ..અતિક્રમણ થયા પછી પ્રતિક્રમણ ના કરવું તે સંડાસમાંથી બહાર આવીને હાથ ના ધોવા બરાબર છે. બીજા મા શરીર ગંદુ થાય પહેલામાં ભવ ગંદો થાય...આંઆંકક થું...
2. હું જે કઈ પણ વિચારું છું તે તમારે માનવા જ તે જરૂરી નથી ...મારી ટની હું ફક્ત મારી વોલ પર કરી સકું તમારી વોલ બગાડવાનો મારો કોઈ હક્ક નથી જ, હું મારી શેરીના થાંભલા પર મારી સરહદ નક્કી કરું છું...તમે તમારી શેરીના થાંભલા વાહલા કરો .. 

___________


૧. જયારે કોઈ અપમાન કરે છે ત્યારે તે પોતાની શક્તિ ગુમાવે છે અને તે સહન કરનાર એકઠી કરે છે.
૨. આયુષ્ય વર્ષમાં માપવાની આપણને ટેવ છે એટલે એતો... ખરેખર તો આયુષ એ શ્વાસોશ્વાસની ગુણવત્તા અને ગણતરી છે. એટલે જ અમુક ક્રિયાઓ વધારે ખર્ચાળ છે અને અમુક ક્રિયાઓ ઓછી ખર્ચાળ તે જાણી લેવું જોઈએ. ગુસ્સામાં શું ગુમાવીએ છીએ અને હાસ્યમાં તથા યોગમા શું ગુમાવીએ છીએ તેની જાણકારી કામ લાગી સકે છે.
૩. કોઈનેય છંછેડીને ક્યારેય મોક્ષે ના જવાય. કોઈ આપણને છંછેડે તો શાંતિ રાખવી. છંછેડ્યાનો બદલો લેવા જઈએ તો મોક્ષે જઈ રહ્યો પછી !

__________

No comments: