Thursday, September 22, 2011

દુનિયાની મોટી લોકશાહી

ભારતની લોકશાહી દુનિયાની મોટી લોકશાહી છે એમાં કોઈ ગર્વ લેવા જેવી વાત નથી... કારણકે ;
૧. વસ્તી તો ઠોકમ થોક વધે છે એટલે એના પર રચાયેલા આ રેકોર્ડ શરમજનક કહેવાય.
૨. જો કેટલા લોકો મત આપે છે તેની ગણતરી કરીને "એક્ટીવ લોકશાહી" ની વાત કરવામાં આવે તો ...આપનો નમ્બર ઘણો પાછળ જતો રહે ..
૩. અને જે લોકશાહીમાં નેતા ને સિલેક્ટ કર્યાં પછી પાછા બોલાવવાનો હક્ક કે નહિ મોકલવાનો હક્ક ના હોય તે અધૂરી લોકશાહી કહેવાય... આતો સ્લેટ માં લખવાનું ખરું પણ પોતું વાપરવાની મનાઈ.. તો શું થુંક ચોપડીને સર્તની બાય બગાડીને લુંછવાનું?



આપણે જાણીએ માનીએ છીએ કે તાજ મહેલ એ પ્રેમ નું પ્રતિક છે.પણ ઘણા ઓછા લોકો જાણે છે કે ;
૧. મુમતાઝ શાહ્ઝાહા ની સાત પત્નીઓમાંથી ચોથા નંબર ની હતી.
૨. શાહજહાં એ મુમતાઝ ના પતિની કતલ કરી હતી તેની સાથે લગ્ન કરવા.
૩. મુમતાજનું મૃત્યુ ૧૧મી કે ૧૪ મી ડીલીવરી વખતે થયેલું.
૪.અને મુમતાઝના મૃત્યુ પછી શાહ્ઝાહા એ તેની બહેન જોડે લગ્ન કરી લીધેલા.
હવે આમાં પ્રેમ જહન્નમમાંથી આવ્યો? કે પ્રેમ એટલે કૈક અલગ હશે ?



અર્થશાસ્ત્રની ઈમ્પોર્ટેડ ડીગ્રી હોય,ઈમ્પોર્ટેડ ગાડીમાં આવ્યા હોય અને ઈમ્પોર્ટેડ ટેબ્લ પર બેઠા હોય અને કર્ટીયર ની પેન લઈને અર્થશાસ્ત્રીઓ જે લીટો કરે, અને બાકીના ચીયર્સ કરી વધાવે તે લીટા ને ગરીબી રેખા કહેવાય છે .... : નોવેલ મને મોક્ષ
અત્યારે દેશના અર્થશાસ્ત્રીઓ ના કહેવા મુજબ....
"..રોજના ખાવા ઉપર રૂપિયા સાડાપાંચ ખર્ચવા એ તંદુરસ્ત રહેવા માટે પૂરતું છે, ... અને તે બધા ગરીબ ના કહેવાય... "
દિયોર.. અડધી ચા(અડધા પાણી વાળી) પણ પાંચ રૂપિયામાં નથી મળતી..



હું, હાર્વર્ડ યુની., યેલ યુની. અને બોસ્ટન યુની. ના વિદ્યાર્થીઓ જયારે અમદાવાદ માં આવીને ગરીબી અને માઈકો ફાયનાન્સ થી તેમની ઉન્નતી કેટલી થયી તેના રીસર્ચ માટે આવતી ત્યારે હું બહેરામપુરા, ચંદોલા તળાવ વગેરે જગ્યાઓની ઝુપદ્પત્તિમાં લઇ જઈને ફરજીયાત ફીલ્ડ વર્ક કરાવતો... ત્યારે( ૧૯૯૭-૨૦૦૩) તેઓ "..સર્વ સમતીથી..' કહેતા કે પોવર્ટી લાઈન ઓછામાં ઓછી ૧.૫ ડોલર હોવી જોઈએ. આ ડોબાઓ એલ.એસ.ઈ માં ભણી ને આવ્યા છે પાછા. સાચું ખોટું ભગવાન જાણે..


Samirbhai મને તો એ નથી સમજાતુ કે આ લીમીટ કદાચ ૫૦૦૦૦૦ પણ સેટ કરી હોય તો ફર્ક શું પડે? દુષ્કાળની પરિસ્થિતિમાં રાહત કામ આપવામાં આવે છે ત્યારે પણ આ માપદંડ ધ્યાનમાં નથી લેવાતો! અને સરેરાશની વાત આવે ત્યારે સરેરાશ જ ધ્યાનમાં લેવાની હોય...એક વિદ્યાર્થી ૧૦૦માં થી ૧૦૦ ગુણ લાવે અને બાકીના ૧૦ જો એક ગુણ લાવે તો સરેરાશ ૧૦૯ પ્રમાણે જ નીકળે! જો કે સમય ટીકાનો છે એટલે બધાને ટીકા કરવા દો અને આનંદ માણો :-)))


સમીર ભાઈ ઘણો ફરક પડે છે... આ માપદંડો ના આધારે જે જવાબ આવે તેના પરથી સરકારની કર્ક્ષમતા ના માપદંડ પણ નીકળે છે... આ ખાલી ઘરઘરતા રમવા માટે નું થોડું હોય છે ? રાષ્ટ્રીય કક્ષાની મેક્રો પોલીસી આ માઈક્રો પેરામીટર્સ થી નક્કી થાય છે અને કૌભાંડ અહી થી સર્જાય છે. જો આ પેરામીટર્સ સાચા જાહેર કરવામાં આવે તો જેટલા છે એના કરતા વધારે કૌભાંડો બહાર આવી સકે તેમ છે. અમેરિકા માં આ ડેટા આવવાના હોય ત્યારે આખા વર્લ્ડ ના માર્કેટ પોતપોતાની સવાર થી જ સાવચેતીની રમતો રમવા લાગે છે.. જે સમજે છે તેઓના મગજમાં આ ડેટા ની એવી ધાક છે. પણ અહી આ જોકર્સ ટીમ આપ્ન્નને સમજવા નથી દેતી. આ અમાર્ત્ય્સેન વગેરે એ (૧૯૮૫-૮૭) જયારે ખાડા ખોદાવેલા દુષ્કાળની પરિસ્થિતિ માં અત્યારે આ જ પેરામીટર્સ કામ લાગેલા.
ભાઈ ફરક તો પડે છે તેવું હું માનું છે અને અનુભવું છું ...





એક આદમીએ એવો રોબોટ બનાવ્યો કે જુઠ્ઠું બોલેકે સીધી ફટ્ટાક ચોપડી દે.
બેટો: પાપા આજે હું સ્કોલે નહિ જાઉં પેટમાં દુખે છે...
ફટ્ટાક.....
બાપ: જોયું ...ઠોકાઈ ગયી ને ...જુઠ્ઠું બોલ્યો તો ? હું તારા જેટલો હતો ત્યારે ક્યારેય જુઠ્ઠું નહોતો બોલ્યો...
ફટ્ટાક.....
પત્ની : હા હા હા હા .... વડ જેવા ટેટા ...છેલ્લે બેટોય તમારી પર જ ગયો છે
ફટ્ટાક..



સંસાર રથ ચલાવવા બે પૈડા જોઈએ, કેટલાક સ્પેર વ્હીલ રાખે છે.


આ પ્રસંગે ગુજરાત કોંગ્રેશે પોતાનું નાક કાપ્યું છે... અફ કોર્ષ, હું આ ઉપ્વાશના ની ફેવર માં નથી... પણ ક્યાં સુધી કોંગ્રેસ ખુદ નરેન્દ્રભાઈના પગલા ને શુંઘી..સુંઘીને પોતાના પ્લાન કરશે ? ગુજરાત ની પ્રજા તમને શાશન માં નથી બેશાડતી પણ વિરોધ પક્ષે તો બેસાડે જ છે ને .. એ પદ ની ગરીમા જેવું તો કૈક પગલું લો.. આમ ક્યાં સુધી ... તાબોટા પડ્યા કરશો ...તમારી એક ગર્જના એવી કરો કે શાશન હલી જાય ... ભાજપ જે કેન્દ્રમાં અને કોંગ્રેસ ગુજરાતમાં બંને કાચી માટીના છે ...


ટીવી રેપોટર :ગુજરાત ની જનતાને શું કહવું છે , આ ઉપવાસ વિષે ...
કોંગ્રેસ મીત્ર: આ તો નાટક છે.
ટીવી રેપોટર: શું ગુજરાતની જનતા એટલી કંગાળ છે કે તેમને આ જાણ નહિ હોય કે આ નાટક છે ... ?
કોંગ્રેસ મીત્ર: આ ગુજરાતની પ્રજાને ગેર માર્ગે દોરવવાનો પ્રયાસ છે.
ટીવી રેપોટર: તો કયા માર્ગે ગુજરાત ની પ્રજા એ જવું જોઈએ..
કોંગ્રેસ મીત્ર : ગુજરાતની પ્રજાએ સમજવું જોઈએ કે ગાંધીજી એ આ ઉપવાસ ની સોધ કરી હતી. અને ગાંધી આશ્રમ માં તેઓએ ઉપવાસ કરેલા , એટલે સાચા ઉપવાસ દેખવા હોય તો ગાંધી આશ્રમ માં ચાલુ જ છે જનતા માટે ત્યાં આવું જોઈએ.. એજ સાચો રસ્તો છે.
ટીવી રેપોટર: પણ ગુજરાતની પ્રજાએ ગાંધીજી ના આશ્રમ માં તડકામાં બેશ્વ કેમ આવવું જોઈએ જયારે એજ પ્રકરની વસ્તુ એર કન્ડીશન હોલમાં પણ થતું હોય તો ?
કોંગ્રેસ મીત્ર: અરે પણ સાચી વસ્તુ તો સાચી જ રહે છે તે, કોઈ મોલ માં હોય કે કિરાના સ્ટોર હોય. વસ્તુ સાચી હોય ત્યાજ જવું જોઈએ ને ?
ટીવી રેપોટર: હા, તે ગુજરાત ની પ્રજા ભોટ છે એવું આપ કહેવા માંગો છો કે વસ્તુ પસંદ કરવાની તેની ટેવ ખોટી છે શું લાગે છે આપણને ?
કોંગ્રેસ મીત્ર: ના, ગુજરાત ની પ્રજા તો બહુ ચતુર છે પણ તેમને ગુમરાહ કરવામાં આવી રહ્યી છે.
ટીવી રેપોટર: તમને કેમ એમ લાગે છે કે ગુજરાત ની પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહ્યી છે .?
કોંગ્રેસ મીત્ર: આવી રીતે ઉપવાસ ના નાટક થી કશું નથી થતું.
ટીવી રેપોટર : તો ગાંધી આશ્રમ ના ઉપવાસ અને આ ઉપવાસ માં તમને શું ભેદ લાગે છે ?
કોંગ્રેસ મીત્ર: આ ઉપવાસ એ નાટક છે...
ટીવી રેપોટર : હા, તો દોસ્તો ...દુનિયા ગોળ છે અને આપણા સવાલો પણ , નાટક ના જવાબ થી શરુ કરેલો આ ઇન્ટરવ્યું નાટક આગળ આવીને અટકે છે.. ફરી થી કાલે મળીશું


No comments: