Sunday, September 4, 2011

વૈશ્વિક કેલેન્ડર

"કેલ્ક્યુલેટર ના જમાનામાં વૈદિક ગણિત ના હોવું જોઈએ તે અલગ વાત છે " 

622573514624
આ બાર આંકડાનો મેજીક કોડ છે જે તમને આવનારા અબજો વર્ષના કેલેન્ડર નો અહેશાહ કરાવશે. આ બાર આંકડાનો કોડ એ દરેક મહિનાનો એક કોડ નંબર છે. જેમકે ૬ એ જાન્યુઆરી નો ૨ એ ફેબ્રુઆરી અને માર્ચ નો ૫ એ એપ્રિલ નો એવી રીતે આ બાર મહિનાના મેજીક કોડ છે.

ઉદાહરણ : ૨૬ જુલાઈ ૨૦૧૧ નો દિવસ શોધવો હોય તો ; (કેલ્ક્યુલેટર લઈને બેશ્શો તો મજા આવશે)

Step 1.
જે દિવસ નો વાર જોવો હોય તેના વર્ષ નો નીચે મુજબ કોડ શોધવો.
Formula Code for the year 2011
a= year x1.25 =2011 x 1.25 = 2513.75
b=integer(a) =integer(2513.75) = 2513
c=b/7 =2513/7 =359
d=integer(c) =integer (359)= 359
e=(c-d)*7 =(359-359)x7 =0


Step 2
તારીખ જે મહિનાની હોય તે મહિનાનો કોડ મેજીક કોડ માંથી શોધવો. અહી જુલાઈ મહિનાનો કોડ ૫ છે
f=(month Majic Code) = 5 for July

સ્ટેપ ૩
જે દિવસ નો કોડ જોઈતો હોય તે તારીખ અહી ૨૬ છે
g=(day) =26

સ્ટેપ ૪
ઉપરના ત્રણેય કોડ નો સરવાળો કરો ( ૦+૫+૨૬) = ૩૧ થાય
h=(e+f+g)/7 =(0+5+26)= 31/7=4.42...
i=integer(h) =integer (4.42...) = 4
j=(h-i)x7 =(4.42...-4)x7 = 3

મતલબ કે રવિવાર ને પહેલો વાર સમજીને ત્રીજો વાર હશે એટલેકે ૨૬ જુલાઈ ૨૦૧૧ ના દિવશે મંગલવાર હોય. અહી લીપ વર્ષ ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જે કોડ આવે તેમાં એક દિવસ ઓછો કરવાનો છે.
_____________________________
સમરી સ્ટેપ્સ :
a= year x1.25 =2011 x 1.25 = 2513.75
b=integer(a) =integer(2513.75) = 2513
c=b/7 =2513/7 =359
d=integer(c) =integer (359)= 359
e=(c-d)*7 =(359-359)x7 =0
f=(month Majic Code) = 5 for July
g=(day) =26
h=(e+f+g)/7 =(0+5+26)= 31/7=4.42...
i=integer(h) =integer (4.42...) = 4
j=(h-i)x7 =(4.42...-4)x7 = 3

____________________________
આ મેજીક કોડ ના તારણો નીચે મુજબ છે
622573514624
કોઈ પણ વર્ષમાં,
એપ્રિલ અને જુલાઈ મહિનાનું કેલેન્ડર ;
માર્ચ અને નવેમ્બર મહિનાનું ; and
સપ્ટેમ્બર અને ડીસેમ્બર મહિનાનું કેલેન્ડર સરખુજ રહે છે.

લીપ વર્ષ ના હોય તો
જાન્યુઆરી અને ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે. ;
ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર પણ માર્ચ અને નવેમ્બર મહિનાનું કેલેન્ડર જેવું રહે છે.

લીપ વર્ષ હોય તો જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર પણ અપ્રિલ અને જુલાઈ મહિના જેવું હોય છે .
અને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર સરખું હોય છે.
કોઈ પણ વર્ષ ના મેં,જુન મહિનાનું કેલેન્ડર તેના એક પણ બીજા મહિનાને મળતું આવતું નથી.
:):) :)
આ હકીકત આવનારા અગણિત વર્ષો સુધી સાચી રહેશે.
અને આ બધી ગણતરીઓ ને ધ્યાનમાં લઈને કોડ બનાવવામાં આવ્યો છે જે મહિનાઓનો જાદુઈ કોડ 622573514624 છે.

એક દોસ્ત ની ચેલેન્જ ના કારણે તેના કહ્યા મુજબ, આ કોડ પરથી કેલેન્ડર ની ફોર્મ્યુલાને Principle of Mathematical Induction થી હમણાજ પ્રુવ કરી જોયું અને તેની સાબિતી મળી ગયી છે. :) :)


No comments: