Thursday, September 22, 2011

પાઘડી કે ટોપી ..



ટોપી,પાઘડી એટલે શું?
જુના જમાનામાં રાજાઓ મુગટ પહેરતા અને મુગટ પહેરવા માટે વાળ પણ વધારતા જેથી મુગટ ફીટ બેસે. એ જમાનામાં રાજા ઘરાણાના,પરિવારના પુરુષો જ વધારે વાળ રાખતા. અને વાળ રાખવા તે અને મુગટ ધારણ કરવો તે સ્ટેટસ કહેવાતું. ત્યાર પછી તેના મંત્રીઓ અને નગર શેઠ વગેરે પોત પોતાના સ્ટેટ્સ આધારે,પાઘડીઓ પહેરતા.
એટલે જયારે કોઈ રાજ ઘરાણાનો વ્યક્તિ સન્યાસ ધારણ કરે ત્યારે તે પોતાના મુઘટ ઉતારી વાળ નો લોંચ કરતા. તે અહંકાર અને પ્રતિષ્ઠા નો ત્યાગ ગણાતો. જેમ અત્યારે કોઈ પોતાની એસેલકે કે લ્મ્બોર્ઘીની કે ફેરારી (રોબીન શર્મા ને યાદ કરવાની છૂટ છે) ને છોડી ને નીકળી પડે તેના કરતાય મોટી વાત હતી.
ધીમે ધીમે લોકો પોત પોતાની સમાજ ની પ્રતિષ્ઠા ના ભાગ રૂપે પાઘડીઓ પહેરતા થયા. પાઘડી ઘેર ઘેર જાણીતી થયી તો રાજવી લોકો મુચ્છ અને દાઢીનેય લઇ આવેલા. અને આમ પાઘડીએ પ્રતીસ્થાનું પ્રતિક બનેલું.અને પાઘડી ઉતારવી એ નાલેશી અને મજબૂરીનું અંતિમ પગલું ગણાતું.
આ ફક્ત ભારત-વર્ષમાં જ ચલણી હતું એમ નહિ પુરાતન કાળ ના ઈજીપ્ત કે મિસ્ર સંસ્કૃતિઓમાં પણ તે જનાતુજ હતું પણ ફક્ત રાજવી ઘરાણાના વ્યક્તિઓ માટે રહેતું.
હવે આ ઇતિહાસ સાથે, કોઈ પણ પાઘડી પુરાણ મૂલવશો તો ગણી વાતો ક્લીઅર સમજાઈ શકશે. દરેક સંપ્રદાય પોતાની ઓળખમાટે કૈક ને કૈક ચિહ્ન રાખતું જ હોય છે. પાઘડી, કંઠી, ડ્રેસ કલર, નમસ્કાર સબ્દો (જય... વાળા) .. વગેરે વગેરે. અને આ ચિહ્ન ના આધારે ઘણીવાર વ્યક્તિની ઓળખ થતી હોય છે.
અત્યારે ઘણીવાર કહેવાય પણ છે કે બંધ બેસતી પાઘડી પહેરી લીધી અથવા પહેરવી નહિ...વગેરે વગેરે .

એક ટોપી,પાઘડી ક્યાં કર શકતી હૈ?
એક ટોપી,પાઘડી આદમી કો ...... બના શકતી હૈ ???? (બંધ બેસતી ખાલી જગ્યા પૂર્વી નહિ.)

No comments: