Thursday, September 22, 2011

રાજા ભોજ



કવિ રાજ :
હે....ઈઈઈઈઈઈઇ.....હે .
સુખી છે પંખીઓ,સુખી છે પ્રાણીઓ,સુખે ખેતર લહેરાય..
રાજા ભોજ જ્યાં રાજ કરે,છાયતળે,મજેથી વાગોળે ગાય..

રાજા ભોજ: કવિ રાજ, કઈ જામતું નથી ... આમાં પહેલા જેવા દમ નથી દેખાતા ...
કવિ રાજ : મહારાજ, ક્ષમા કરજો, આપનો આશ્રય લીધો છે,ત્યારથી કવિ રોજ રોજ પિંજરામાં મરે છે.. એક આશ્રિત કવિ શું કહે ... મહારાજ ને ઘણી ખમ્મા...
રાજા ભોજ: તો આજથી તમારા કવિના પંખી ને છુટું કરું છું. હવે લલકારો ...

કવિ રાજ:
હે....ઈઈઈઈઈઈઇ.....હે ...
પંખીઓ તરફડી મરે,પ્રજા ભરચોકે લુંટાય
રાજા ભોજ ક્રીડા કરે,પ્રજા બે આંખે દબાય
હે....ઈઈઈઈઈઈઇ.....હે ...
અબળાના અછોડા છૂટે,ઘર તાળા તોડી લુંટાય
રાજા ભોજ જલસા કરે,પ્રજા અંધારે મુરઝાય...

No comments: