Sunday, September 11, 2011

નાગોલ્ચું

આ બાજુ તારું હરણ
આ બાજુ મારું હરણ
વચ્ચે ઝાંઝવાનું એક તળાવ
અને તળાવ વચ્ચે
નાગોલ્ચું ના સાત પથ્થર
બસ તું દાવ લીધા કરે
ને હું ભાગું બોલ ને પક્કડવા
અને તું પથ્થરો ભેગા કરી ને
ઝટ બોલે
કાશ્મીર....
કાશ્મીર....
ફરી પાછું મારું હરણ ...ગોઠવાય લાઈન પર

ક્યારેક
તું ઉપાડે દંડો અને
મારે અમને ગીલ્લી બનાવી
ને દોડાવે અમને તું લંગડી લેવડાવી

તું સ્ટ્રાઈકર લે હાથમાં અને
બની,કેરેમ ની કૂકરીઓ
અમે ભાગીએ આમ થી તેમ
અને પડીએ કોક કુવામાં ...
તું પાડે તાળીઓ

શું કરીએ ....
તને સ્ટ્રાઈકર બનવું ગમે છે
અને અમે ....
અમે રહ્યા કિંગ ની કુકરી....
અને રાણી માં મોહ્યી પડેલા...


No comments: