Sunday, September 11, 2011

દાંડી કુચ-2005

12 માર્ચ, ૨૦૦૫

એક મર્દ કાગડો,
ચાડીયાના છોગામાંય
માળો કરી આવ્યો,
ને આવી રોજ ની જેમ
ગાંધી પર બેસી
વૈભવી સૌચ પતાવી બેઠો'તો
દેખ્યા ગળામાં નવા હાર,
નમ્યો કાન કને
બોલ્યો
" ગાંધી કેમ તારો વટ પડે છે ? "
એ વટ ની માશી..
તું રોજ કરે છે સૌચ અહી
ને સાફ કરે છે કોણ અહી
આજે ફોરેન ની આવી બાઈ અહી
અને જોર જોર થી કહી ગયી
"..બાપુ ગંધાઈ .." (GHANDHY)
"..મહાત્મા ગંધાઈ.."
આ હારું
તું બગાડે ને મારે સાંભળવાનું ?



No comments: