Sunday, September 4, 2011

અન્નાજી ની લડત બાબતે,

આપણે બધાય મુરખ બની રહ્યા છીએ.... આ લડાઈ માં. ગયી વખતે પણ હું મુરખ બનેલો. આ વખતે તેમનો ઈરાદો નબળો છે.તેમના અનશનની સાથે મને દયા આવે છે. આ સાત દિવસ ને ૨૧ દીવાશના અંશન માટે પરમીશન લેવાની વાટ ક્યાંથી આવી? ગયી વખતે કેટલા અંશન કરવાની પરમીશન મળેલી ? અને અંશન માટે તો કઈ પરમીશન લેવી પડે? અને જો એવો કોઈ કાયદો નવો બન્યો હોય તો પહેલા તેની સામે અંદોલન કરવું પડશે ને ? તેમની લડાઈમાં ઘેંટા ના ટોળાની માફક હું જોડાઈ નથી સકતો. હા, તે જે કરે છે તે ખોટું છે તેવું હું નથી કહેતો, પણ જેટલો જુવાળ ઉભો થયો છે તેને ન્યાય આપવા, પૂરતું નથી. ગયી વખતે ૭ વાતો ને ધ્યાનમાં રાખીને લડાઈ થયેલી છે તેવું કહ્યું હતું અને ખાલી પાંચ મેમ્બેર ને સમાવિષ્ઠ કરવાની વાટ માં સમાધાન કરીને તે ઉઠી ગયેલા અને લાખો લોકોના જુવાળ ની મજાક ઉડાવેલી. લોકો ને સફળ... સફળ... ની બુમો પાડીને ભ્રમાંવેલા. આજે પણ શું આજ થયી રહ્યું છે. લોકાયુક્ત ના નિયમો હોવા છતાં, જો તેની અપોઈન્ત્મેન્ત જ નથાય તોયે કોઈ કશું નથી કરી શકતું. લોકપાલ માં પણ અંતે તો રાજ્કાર્નીઓજ વચ્ચે આવવાનાજ ને?

મારું માનવું છે કે સત્તા પ્રજા ને આપવો. ઇવીએમ મશીનમાં રુલ ૪૯-ઓ માટે નું એક બટન મુકવો ભૈસાબ. અને લોકો ને સત્તા આપો આ ભ્રષ્ટાચારીઓને સજા આપવાની. જયારેરાજકારણીઓ બ્રશ્તાચાર કરે છે ત્યારે કોઈ પુરાવા છોડી નથી જતા.તેને સાબિત કરવું મુશ્કેલ છે. વળી ચુકાદા માટે ૧૦-૧૫ વર્ષ ની રાહ જોવાની આવે, વચ્ચે સરકાર બદલાઈ જાય ને પછી ઠેરનું ઠેર. એના કરતા આ એક બટન આપો પ્રજાને. પ્રજાને નક્કી કરવા દો કે તેમને કોણે સજા આપવી છે. ઇલેક્શન આયોગ પણ ચુંટણીમાં ભ્રષ્ટાચાર રોકવાનું પ્રાણ લઈને કાયદા બનાવ્યા છે. ન્યાય્પલીકોમાં પણ તેના કાયદા છે. લોકાયુંક્તના કાયદા છે. સરકારી દફતરોમાં થતા ભ્રષ્ટાચાર માટે પણ કાયદા છે. પણ પ્રજાને આના માટે ની કોઈ સત્તા નથી.

ખાલી એક વિનતી છે, લોકો ને સતા આપો, લોકો ગંગાજળ અને ગટરના પાણીનો ભેદ સારી રીતે સમજે છે. અને તે જ ૧૦-૧૫ વર્ષ સુધી ચાલતા ચુકાદાઓનો અંત લાવી દેશે અને લોકશાહી નો ખરો અર્થ "લોકોના હાથમાં સત્તા" નો પુરો થશે. સમગ્ર રીતે દરેક મતદાન ક્ષેત્રમાં લોકો અનુભવ કરે છે કે કોઈ લાયક વ્યક્તિ ચુંટણીમાં ઉભો રહ્યી નથી સકતો. તો લાયક વ્યક્તિઓ ઉભા રહ્યી સકે તેવી વ્યવસ્થા કરો. અને તે એક જ રીતે થયી સકે, જે ઉભા છે તે બધાને ગેરલાયક ઠરાવી સકાય તેવી વ્યવસ્થા જે રુલ ૪૯-ઓ માં છે જ , તેનો રસ્તો સરળ કરી આપવો.
અન્નાજી અને તેમના બાહોશ વકીલ સાહેબો, શું તમે આના માટે કઈ ના કરી શકો?
બાકી,
_____________
છોકરા છોકરી શોધવાના હોય ત્યારે ગવાર્ન્મેન્ત સર્વિસ વાળા ને પ્રેફેરેન્સ અઆપ્વાનું કારણ તેની "ઉપરની" કમાઈ છે. જ્યાં સુધી તે મૂળભૂત દ્રષ્ટી નાં બદલાય,
અરે પુજારીને પૈશા આપીને વહેલા દર્શન કરનારા નાં બદલાય,
અરે હું પૈશા લઈને કામ નહિ કરું તો બીજો કોઈ કરી દેશે ....નો અભિગમ નાં બદલાય,
ત્યાં સુધી આન્નાજીના આ આંદોલનથી શુંઉપજી શકશે?
_______________________________
હા, હવે અન્ના હજારે ને સપોર્ટ કરનારને કાલથી કોઈ પણ જગ્યા એ ટ્રાફિક પોલીસ,સરકારી ઓફીસ કે કોઈ પણ જગ્યા એ ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપ્યું તો અન્ના જી નાં ઉપવાસ નાં સોગંધ :
______________________________
આ ભ્રષ્ટાચાર નું મૂળ મારામાં જ છે. મેં કેટલીય વખત, તેઓ ભ્રસ્તાચારી છે તેવું જાણવા છતાં,આ ભ્રસ્તાચારીઓને મત આપ્યા છે અને તેમને તક આપેલી છે. આતો મારી જ મારી સામે ની લડત છે. આ તો તેઓ લઇ ગયા અને અમે રહ્યી ગયા ની લડત છે. જો એક ફિલ્ટર મુકવામાં આવે કે જીવનભર જેમને ભ્રષ્ટાચાર નાં કર્યો હોય તેજ આગળ આવે તો ? હું પ્રમાણિકપણે, કહું છું કે આ લડત ને હું ખુલ્લેઆમ ટેકો આપવાને નૈતિકરીતે લાયક નથી, કારણકે ભ્રષ્ટાચાર મેં પણ કરેલો છે. એક ટેબલ પર થી બીજા ટેબલ પર, અટવાયેલી ફાઈલોને મેં ખુદ પૈસા આપીને આગળ ધપાવેલી છે. અને ફરીથી જયારે જરૂર પડશે ત્યારે તે હજી પણ કરવાની ઈચ્છા ધરાવું છું. જો મને મારા કામમા કોઈ રોકશે, તો હજી જરૂર હું "કઈક" કરીશ. અને જો કોઈ રોકશે નહિ તો, મારે જરૂર પણ નહિ પડે
___________

જો કોઈ વ્યક્તિએ મારી કોઈ બહેન પર બળાત્કાર કર્યો છે, તેની મને, ખબર પડે, તે વ્યક્તિ મારી સામે હોય, મને જો ન્યાય પાલિકામાં, ન્યાયનો વિશ્વાસ ના હોય તો હું શું કરું? એ વ્યક્તિનું એ અંગ વાઢી નાખું, કારણકે મને એજ ન્યાય પાલિકાના ન્યાય પર વિશ્વાસ નથી એટલે બચવાના ચાન્સ વધારે છે. અને પેલો , જીન્દગીભર આ કૃત્ય કરી ના સકે તેની વ્યવસ્થા પણ થયી ગયી હોય છે. હું બહેન ને તેનું એ જીવન પાછું નથી અપાવી સકતો, પણ હવે આગળનું વિચારવાનો સમય છે. શું હશે તેના કર્મ એવા કહીને બેસી રહેવાનું ? હું ય એજ કહું છું કે એ ડોબાના કર્મે જ આ થયું. 
જે ઈવીએમ મશીન નો ઉપયોગ કરીને આ નેતાઓ ભારતમાં પર બળાત્કાર કરે છે, તેમાં જ એક બટન રુલ ૪૯-ઓ મુજબ મુકાવો. જેથી લોકો એ નેતાનું એ અંગ ત્યાં વાઢી સકે. એક નવા કાયદા થી આ વકીલોને જ ફાયદો છે. પ્રજા તો ઠેર ને ઠેર જ રહેવાની. સુખરામ ના કૌભાંડ થી આજ સુધીના કૌભાંડ માં કશુંય નથી થયું. આ એક બટન આપો અને અપ્પાવો મારા રામ.


No comments: